દરેક રાજકીય પક્ષોની સ્થિતી ડામાડોળ જેવી - Ep. 43
રવિવારે હાઇવોલ્ટેજ ડ્રામાની વચ્ચે કોંગ્રેસે પોતાના 77 ઉમેદવારોની યાદી જાહેર થઇ. પાસ અને કોંગ્રેસ જેમ બે બિલાડા બાખડે તે રીતે અડધી રાત્રે ઝઘડાઓ થયા. પૂતળા દહન, તોડફોડ જેવી પરિસ્થીતી નિર્માણ પામી. બીજી બાજુ જ્યારે આ ઝઘડો હાઇ વોલ્ટેજ ડ્રામા થતા હતા ત્યારે ભાજપ ચૂપચાપ હસતા હસતાં આ ખેલ જોયા કરતી હતી. વિકાસ અટવાઇ ગયો, નવસર્જન પહેલા જ કોંગ્રેસનું સર્જન તૂટી ગયું, અને પાટીદાર અનામત આંદોલન તો આ સમીકરણોમાં કોઇને યાદ જ નથી રહ્યુ. દરેક નેતાઓના અસલ રંગો આવવાના બાકી છે આમ આદમી પાર્ટી અને જનવિકલ્પ પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં છે. એવું ન બને કે ગુજરાતમાં ટેકાની સરકાર બને. પણ યાદ રાખજો ટેકો વૃદ્ધોને જોઇતો હોય છે નહીં કે યુવા રાજ્યને. અહીં એક વાત ચોક્કસ છે કે જો સરકરા બને ને તો તે પ્રજાની બનવી જોઇએ નહીં કે ચોક્કસ માંગની. કેવું રાજ્ય બનાવવું છે તે તમારા હાથમાં છે તેથી સમજી વિચારીને મતદાન કરજો અને કરાવજો. અમે હંમેશાં નિષ્પક્ષ વાત કરીએ છીએ કારણે અહીં ખબર છે ડોટ કોમ હંમેશાં વાત કરે છે ગુજરાતની અને ગુજરાતના હિતની ગુણિયલ ગુજરાતની જય હો.