આંતકવાદ પર ખેલાતી ગંદી રાજનીતિ- Ep. 24

ગુજરાતમાંથી બે આંતકવાદીઓ પકડાયા, દિલ્હી મુંબઇ જતી ફ્લાઇટમાં આંતકવાદી હોવાના કારણે ફ્લાઇટને ગુજરાત અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવે છે. પ્લેનમાંથી શંકાસ્પદ વ્યક્તિને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા પૂછપરછ માટે લાવવામાં આવ્યો છે. અહીં એક સવાલ થાય..એવું તે શું કારણ છે કે ઇલેકશન હોય ત્યારે જ આંતકવાદીઓ પકડાય છે. ત્યારે જ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ થાય છે. શું આ આખે આખું રાજકીય વાતાવરણને નવો રૂખ આપવાનું ગતકડું.. જો નહીં તો પહેલાં આંતકીઓ પકડાયા તેવા સમાચારો કેમ નથી મળતા. સારૂં છે બોમ્બ બ્લાસ્ટ નથી થતા અને આંતકી હુમલા નથી થતા પરંતુ આ પ્રકારના રાજકીય સ્ટંટ કોમવાદને ઉશ્કેરાવે છે. અને જે સારી રીતે ચાલતી પ્રણાલીને નુકશાન પહોંચાડે છે. આ બધીવાતમાં આપણે ન ભરમાતા હંમેશાં ફરજ નીભાવવી જોઇએ આપણા દેશની લોકશાહીને મજબૂત બનાવવાની. આવો સાથે મળીને સંકલ્પ કરીએ મતદાન કરીએ અને કરાવીએ. ખબર છે ડોટ કોમ પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.