ઐતિહાસિક ચૂંટણીના રંગરૂપ - Ep. 63
લોકશાહીના મહાપર્વમાં ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાઇનમાં ઊભા રહીને મતદાન કર્યુ. આ રીતે સામાન્ય જનતાની જેમ જ્યારે વડાપ્રધાન જાતે મતદાન કરતા હોય છે ત્યારે તેની ઘણી બધીઅસર થતી હોય છે. તો બીજી તરફ ઘણા એવા નેતાઓ સાધુ સંતોએ પણ મતદાન કરીને પોતાની ફરજ નીભાવી રહ્યા છે. સાંજ સુધીમાં નેતાઓનું ભાવી ઇવીએમમાં સીલ થઇ જશે, ત્યારે 18મી તારીખે ફરી દોડધામ શરૂ થશે અને કોણ બાજી મારી ગયુ કોણ હારી ગયુ તે સામે આવી જશે. હજુ પણ જો તમે મતદાન ન કર્યુ હોય તો કરી લેજો અને લોકશાહીના આ તહેવારમાં તમારું યોગદાન આપજો. Khabarchhe.com હંમેશાં વાત કરે છે અને કરતું રહેશે. ગુજરાતની અને ગુજરાતના હિતની ગુણિયલ ગુજરાતની જયહો.