ભાજપમાં હાલ ચાલી રહ્યો છે વિવાદ - Ep. 74

ગુજરાત તેની પરંપરાને અનુસરવા મોખરે છે ત્યારે મંત્રીઓના ખાતા ફાળવણીની એક પરંપરા હતી. શપથવિધીના કલાકોમાં જ ખાતાની ફાળવણી થઇ જતી હતી. પરંતુ આ વખતે બે દિવસ પછી ખાતાઓ ફાળવવામાં આવશે. એવી અટકળો થઇ રહી છે કે સરકારમાં હાલ ખાતાની ફાળવણીમાં ડખ્ખો થઇ રહ્યો છે અને બહાનુ અપાઇ રહ્યુ છે કે મુખ્યમંત્રી થોડા વ્યસ્ત છે. પરંતુ હકીકત તો એ છે કે મુખ્યમંત્રી વ્યસ્ત નથી પરંતુ કોંગ્રેસની જેમ ભાજપ પણ હવે હાઇકમાન્ડના ઓર્ડરની રાહ જોઇ રહ્યુ છે. પ્રધાનસેવક મોદીજી અને અધ્ક્યક્ષ અમીત શાહ બંને હાલ હિમાચલમાં વ્યસ્ત છે. આવું રાજ્યમાં પહેલીવાર બન્યુ છે અને તેમાં ગુજરાત હાંસીને પાત્ર બન્યુ છે. શું આ માટે જ ઇલેકશન થયુ હતું ? શું થશે ગુજરાતના હાલ તે તો જોવું રહ્યુ પણ તમે અમારી સાથે હંમેશાં રહેજો . કોઇ વાત કરે ન કરે પણ Khabarchhe.com હંમેશાં વાત કરે છે ગુજરાતની અને ગુજરાતના હિતની ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.