નોટબંધીની પહેલી વર્ષગાંઠ - Ep. 32

હજાર અને પાંચસોની નોટ બંધ થયાના આજે બરાબર એક વર્ષ થયું. કોઇપણ નિયમ આવે ત્યારે તેનો વિરોધ જોરશોરથી થાય છે પછી ત્યારબાદ તેની સારી નરસી અસર જોવા મળે છે. નોટબંધીનો મુખ્ય ઉદ્દેશ જે કાળાંનાણાનો હતો,પરંતુ જે પરિસ્થિતી છે તેને જોતા તો લાગે છે કે દેશમાં હજુ પણ કાળુંનાણું ફરી રહ્યુ છે. એક ઉદાહરણ હું આપું તો આજે હું સિટબેલ્ટ ન બાંધું અને ટ્રાફિક પોલિસ મને પકડે અને રસીદ વગર હું તેને 100 રૂ. આપુ તો તે સ્વિકારે છે. આવું તો ઘણી બધી જગ્યાએ વ્યવહાર થાય છે. તે જે નાણાં ટ્રાન્ફર થાય છે તેને શું કહેવું જોઇએ. એ કંઇ ચોપડે ચડેલી વ્હાઇટ મની તો નથી જ ને. બીજો મુદ્દો હતો ડુપ્લીકેટ નોટ..આંકડાકિય માહીતી પ્રમાણે નોટબંધી બાદ વર્ષ 2017માં રૂપિયા 16 કરોડની નકલી નોટો પકડાઇ છે. હવે.. આ જોતા શું નોટબંધી જાહેરાત કરવામાં આવી તે યોગ્ય હતી કે અયોગ્ય.. અર્થશાસ્ત્રીઓ અલગ અલગ ન્યુઝ પેપર અને ચેનલો પર પોતાનો મંતવ્ય આપી રહ્યા છે. પણ વાત સામાન્ય નાગરીકની છે. તેઓને શું મળ્યુ અને શું ગુમાવ્યુ તેની છે. માર્કેટમાં હાલ કોઇપણ જગ્યાએ જઇને જો સર્વે કરવામાં આવે તો માત્ર 8 નવેમ્બર નહીં પરંતુ વર્ષ 2017ને બ્લેક યર જાહેર કરવું જોઇએ તેવી સ્થિતી છે. નાના માણસને રોજગારીનો ઇશ્યુ છે તો મોટા માથાઓને મની સેંટિગનું. હવે પગલું વિચારીને ભરવાનું છે, અનુભવના આધારે જાગૃત રહીને મતદાન કરજો અને તમારી આસપાસના સશક્ત અને અસશક્ત નાગરીકને મતદાન કરાવવા લઇ જજો. ખબર છે ડોટ કોમ પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અનેગુજરાતના હીતની. ગુણિયલ ગુજરાતની જય હો. નમસ્કાર..

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.