સોદાઓમાં ગુજરાત ગુમાવી રહ્યુ છે ગરિમા - Ep. 20

નોટ અને વોટ બધા પર ગુજરાતી જ દેખાય છે. સૌથી મોટા ચોરમાં પણ નામ, સૌથી મોટા સટ્ટામાં પણ નામ ગુજરાતીઓનું આવી રહ્યુ છે. ચૂંટણીની સોદાબાઝીમાં કોણ પાટીદારો અને ઠાકોરોના સોદાગર છે અને કોણ સોદા કરી રહ્યુ છે. ખુલીને વાત કરું.. અનામત આંદોલનથી આગળ આવેલા લબરમુછીયા નેતાઓની બોલી રાત્રે એકવાગે બંધ બારણે ત્રીસ કરોડમાં બોલાય છે. બીજી બાજુ ઠાકોર સમાજ..પહેલા વિષય લાવે છે વ્યસન મુક્તી.. પ્રખ્યાત થવા માટે ભય કંઇક તો વિષય પકડવો પડે જ ને. એ વિષયના આધારે ભીડ ભેગી થાય છે પછી પાટીદાર સામે બાંયો ચડાવાય છે અચાનક સમીકરણો બદલાય જાય છે. જાણી જોઇને ચૂંટણીની તારીખ દિવાળી જેવા મોટા તહેવાર પછી જાહેર કરાય છે અને આ દિવસોમાં બધા જ નવોદિત નેતાઓની દિવાળીબોણી થઇ જાય છે. જે નેતા ગુજરાતનું વિચારશે તેના માટે જ આ ગુજરાત વિચારશે. તમારા આ ગંદા રાજકારણમાં ગુજરાત પોતાની ગરીમાં ગુમાવી રહ્યુ છે. ચેતી જજો. ખબર છે ડોટ કોમ પર અમે હંમેશા વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની.. ગુણિયલ ગુજરાતની જય હો નમસ્કાર.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.