નર્મદા ડેમની સપાટી સતત ઘટતી જાય છે - Ep. 111

નર્મદામાંથી પસાર થતી નહેરોએ તો જાણે કાળોતરી નોતરી હોય તે રીતે મરવા પડી છે. દરેક જગ્યાએ નહેર સૂકાઇને જાણે કે જમીન દોસ્ત થઇ ગઇ હોય તેવું લાગે છે. ઘણી જગ્યાએ તો નહેરો કચરાથી ભરાઇ ગઇ છે. પાણી તો દૂરની વાત છે. અનેક નહેરોમાં મોટા પોપડા ઉખડી ગયા છે, અને નીચે માટી દેખાવા લાગી છે. આવી નહેરો ગમે ત્યારે તૂટી પણ શકે તો નવાઇ નહીં. ત્યારે એક યક્ષ પ્રશ્ન એ થાય કે આ નહેરોની પાછળ કેવો ભ્રષ્ટાચાર રહ્યો છે. નહેરોના આવા હાલ સરકારની પોલ ખોલી રહી છે. પંરતુ આપણે આપણી રીતે તકેદારી રાખવાની જરૂર છે. પાણીનો બચાવ કરવાની જરૂર છે. અને લોકોને પણ સમજાવવાની જરૂર છે. આપ જોતા રહેજો Khabarchhe.com કે જ્યાં અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.