ફેસબુક પર વિકાસ ગાંડો છે અને ગામડાંમાં રસ્તા પર- Ep. 26

સોશિયલ મિડિયામાં દેખાતો વિકાસ હોય કે નવર્સજનની વાતો હોય, આ બધુ તો માત્ર રણમાં દેખાતુ મૃગજળ જ છે. હકીકતની ક્શીતીજ ઘણી દૂર છે. રાજકીય ગરમાગરમીમાં હાલ સોશિયલ વોર ચાલી રહી છે. જે વધારે સારી રીતે સોશિયલ મિડીયામાં હોય એ પક્ષને જીતવાની ઉમ્મીદ વધારે. કોઇ નેતા સભા સંબોધીને તરત જ પોતાના ટ્વીટ પર લખતો ન હોય, ભાજપના કોઇ નેતા બનાસકાંઠામાં કામ કરે છે તેના વખાણ ફેસબુક પર પોતે નહીં પરંતુ તેની આઇ.ટી ટીમ કરતી હોય છે. તેઓને તગડો પગાર આપવામાં આવે છે અને એ ક્રિએટીવ માઇન્ડ ઇચ્છે ત્યારે રાજકીય વાતાવરણમાં વાઇરસ ઇન્જેસ્ટ કરીને સમાજને ભેરવી શકે છે. પણ આપણે ભરમાવવાની જરૂર નથી. હકીકતની સાથે રહીને વોટ કરવાનો છે અને કરાવવાનો છે. khabarchhe.com પર અમે હંમેશા વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હીતની..

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.