ગાંડો વિકાસ વેન્ટીલેટર પર જતો રહ્યો - Ep. 19

ગાંડો વિકાસ હવે વેન્ટીલેટર પર જતો રહ્યો છે. જ્યારથી પાટીદારોના આગેવાનોએ પોતાનો મિજાજ બદલ્યો છે ત્યારથી વિકાસ હવે જીવનમરણની આંટીઘુટીમાં આવી ગયો છે. તો આ તરફ રાજકીય હવામાન ખાતા પાસેથી મળતી માહિતી અનુસાર વિકાસનો રૂખ બદલાયો છે અને આવનારા પખવાડીયામાં જાતિવાદનો પવન વધારે તેજ થવાની શક્યતા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે નેતાઓનો વિકાસ બાકી છે તેમના પર હજુ પૈસાનો વરસાદ વરસવાની શકયતા છે. હાલાકી ઘણા એવા નેતાઓ પણ છે કે જેમની ટીકીટ કપાવા માટે કાળાં ડિબાંગ વાદળો છવાયા ગયા.અમુક નેતાઓ તો એવા છે કે વિધાનસભાની ચૂટંણીમાં ગરજેલા વાદળ વરસે નહીં તેવું પણ દેખાઇ રહયુ છે. આ ગાંડા વિકાસનો ઇલાજ હાલ જાતિવાદના ત્રણ મહાન ડોકટરો હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર કરી રહ્યા છે..આ બધુ તેની જગ્યાએ જ રહેશે પણ આપણે આપણી અસ્મિતાના ન ભૂલવી જોઇએ.. આપની સાથે રાજકીય ઉથલપાથલના સચોટ સમાચાર આપતી રહીશ કારણ કે ખબર છે ડોટ કોમ પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની . ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.