ચૂંટણીના ફેર મતદાનનો શું છે ઇતિહાસ – Ep. 65
આમ તો ચૂંટણી પૂરી થઇ ગઇ અને તેના પરીણામો સોમવારે આવી જશે પણ તે પહેલા અગયાર જેટલી બેઠકો પર ફરી મતદાન થશે. બીજા તબક્કાની ચૂંટણીમાં અમુક પોલિંગ સેન્ટરો હતા જેમાં ટેકનીકલ ખામીના કારણે મતદાન અટક્યુ હતુ તેની ફરીયાદને ધ્યાને લઇને ચૂંટણી પંચે ફરી મતદાન યોજવાની જાહેરાત કરી છે. અગાઉ ઇતિહાસમાં ઘણીવાર આવું બન્યુ છે જ્યારે બેલેટ પેપરથી મતદાન થતુ હતુ ત્યારે 40થી વધુ પોલિંગ સ્ટેશન પર રીવોટિંગ થતુ હતુ. ચાલીસ થી વધારે મતદાન મથકો,જો કે ઇવીએમના કારણે આ આંકડો ઘટી ગયો છે. પહેલા એવી ઘટનાઓ ઘટતી હતી કે બેલેટ પેપરો જે બેગમાં જતા તેને સળગાવી દેવામાં આવતા, બોગસ મતદાન થઇ જતુ હતુ. હાલ, જે તે પક્ષોના દિગ્ગજ નેતાઓ હાલ પોતા પોતાની જીતના દાવા કરી રહ્યા છે પણ સોમવાર સુધી તો રાહ જોવી જ રહી. Khabarchhe.com કે જ્યાં હંમેશા વાત થાય છે ગુજરાતની અને ગુજરાતના હીતની. ગુણિયલ ગુજરાતની જય હો.