કુદરતી આફતો વચ્ચે અડિખમ ગુજરાત - Ep. 56

આપણું ગુણિયલ ગુજરાત આજે દુનિયાની સામે અડિખમ ઊભુ છે તેની પાછળ તેનો ખમીરવંતો ઇતિહાસ છે. ડિસેમ્બર મહિનામાં આવેલા વરસાદના કારણે ના માત્ર ગુજરાતીઓ પરંતુ નેતાઓ પણ ગભરાઇ ગયા છે ચૂંટણી ટાણે આવેલી કુદરતી આફતો ઘણો બધો સંકેત કરી જાય છે. નેશનલ ડિઝાઝસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના આંકડા અનુસાર 100 વર્ષમાં 120 વાર ગુજરાત માંથી દરીયાઇ તોફાનો આવ્યા છે. હાલ ચૂંટણીના માત્ર ગણતરીના કલાકો છે અને ગુજરાતના કાંઠા વિસ્તારમાં જે ઓખી નામની આફત હતી તે હાલ પૂરતી તો ટળી ગઇ છે પરંતુ છેલ્લા 48 કલાકમાં આ કુદરતી આફતોને પણ રાજકારણના ગંદા કિચડમાં ધકેલવાની કોશીષ કરવામાં આવી છે. આપણી નૈતિક ફરજ મતદાન નિભાવીને 9મી ડિસેમ્બર અ ને 14મી ડિસેમ્બરના રોજ જંગી માત્રામાં મતદાન કરજો અને કરાવજો. Khabarchhe.com પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.