પક્ષો દ્વારા જાતિવાદનો સરવાળો - Ep. 40

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે મોટા પક્ષો ભાજપ અને કોંગ્રેસ, આ બંને પક્ષો એ હજુ સુધી ઉમેદવારોની યાદી બહાર પાડી નથી. દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિતભાઇ શાહની હાજરીમાં ઉમેદવારોના નામ નક્કી કરવાની બેઠક મળી હતી પરંતુ હવે તે સંભવિત નામો 18 તારીખે જાહેર કરાશે તેવી શક્યતા છે. આ વખતે સંભવિત છે કે ભાજપ જ્ઞાતિના આધારે ટીકીટ આપી શકે છે. બીજી બાજુ કોંગ્રેસ તરફથી પણ જાતિવાદનો સરવાળો કરી દેવામાં આવ્યો છે. અલગ અલગ બેઠકો પર બંધ બારણે પાટીદાર સમાજ અને ઠાકોર સમાજના ચહેરાઓને ટીકીટ આપવાની ચર્ચા થઇ રહી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો પણ વધતો જાય છે. પણ કોઇપણ જાતના ભરમાવામાં ભરમાયા વગર, તમે મતદાન કરજો અને કરાવજો, ખબર છે ડોટ કોમ પર અમે હમેશા વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.