
રાજનિતીના આ ખેલ મહાકુંભમાં દરેક ટીમ પોતના ખેલાડીઓને લઇને હાલ વોર્મ અપ કરાવી રહી છે.ક્યાંક ટાંટીયાખેંચનો દાવ ખેલાઇ રહ્યો છે તો ક્યાં ટપલીદાવ થઇ રહ્યો છે. આ રાજનૈતિક ખેલને નિહાળી રહેલી મૂકપ્રેક્ષક એટલે જનતા દૃિધામાં મુકાઇ રહી છે. ઓવરકોન્ફિડન્સ આ ઇલેકશનમાં પ્રજાને નહીં પણ નેતાઓને જરૂરથી રડાવશે, તેવું લાગી રહ્યુ છે.