26th January selfie contest

શંકર ચૌધરી દૂધની સાથે તેલ પણ બનાવશે, મોલ પણ શરૂ કરશે

PC: dnaindia.com

બનાસડેરી દ્વારા ધાનેરા ખાતે યોજાયેલી શિબિરમાં ડેરીના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે  મંડળીને દાણનું કમિશન બેગણું કરવાની જાહેરાત કરી હતી. બનાસ ડેરી દૂધનો ધંધો કરતા હવે ખાદ્યતેલ પણ બજારમાં મુકશે.  તેનું વેચાણ મંડળી મારફત થશે અને તેનું કમિશન મંડળીને પણ મળશે. મંડળીમાં જીવન જરૂરી વસ્તુઓનો મોલ ઉભો થશે, રૂરલ મોલની સ્થાપના  કરવામાં આવશે. ગોબર ગેસના માધ્યમથી નવું અર્થતંત્ર ઉભું કરવામાં આવશે.

શંકર ચૌધરીએ સંબોધન કરતાં કહ્યું હતું કે, હાલના સમયમાં દુધના  વ્યવસાયમાં વૈશ્વિક મંદી ચાલે છે. છતાં પણ બનાસ ડેરી દૂધના ભાવ સૌથી વધારે ચૂકવે છે. આ ચિંતન શિબિરમાં બનાસ ડેરી હજુ સારી વ્યવસ્થા શું કરી શકે તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે દૂધ મંડળીમાં હલકી ગુણવત્તાવાળું દૂધ ભરવામાં આવનાર સામે કડક પગલા લેવામાં આવશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે મંડળીના ચેરમેન અને મંત્રી પર દૂધ ઉત્પાદકો વિશ્વાસ મુકે તે મહત્વનું છે. કારણ કે સહકારી માળખું વિશ્વાસના આધારે ચાલે છે. જો દૂધ મંડળીમાં ભેળસેળવાળું ખરાબ દૂધ ભરવામાં આવશે તો દૂધ ઉત્પાદકોને સજા કરવાની સાથે તેનું દૂધ મંડળીમાં દૂધ ભરાવવાનું બંધ કરવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે દૂધ મંડળી પર જીવન જરૂરિયાત માટે વસ્તુ મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે જેમાં બજાર કરતાં સસ્તી અને ગુણવત્તાસભર વસ્તુ પૂરી પાડવામાં આવશે. દૂધ ઉત્પાદકો હેલ્થ ચેકઅપ કરવામાં માટેનું અભિયાન હાથ ધરવામાં આવશે.  બનાસ ડેરીના બોર્ડ ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે કહ્યું હતું કે, દૂધના વ્યવસાયમાં સૌથી મહત્વની બાબત ગુણવત્તા છે. જો ગુણવત્તા દુધના વ્યવસાયમાં રાખીએ તો આ વ્યવસાય પડી ભાંગતા ઘણીવાર લાગશે નહીં. 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp