લગ્નના એક દિવસ બાદ પતિ-પત્નીએ ડિવોર્સ લઈ લીધા
લગ્ન વખતે દરેક કપલ એવું વિચારે છે કે, હવે તેઓ એકબીજાનો જીવનના અંતિમ શ્વાસ સુધી સાથ આપશે. પણ ઘણી વખત સંબંધોમાં તીરાડ એટલી ઝડપથી પડી જાય છે કે, માન્યામાં આવતું નથી. UAEમાં પણ આવો એક કેસ સામે આવ્યો હતો, જેમાં લગ્નના માત્ર એક દિવસમાં પતિ પત્ની છૂટા પડી ગયા હતા.