- Tech & Auto
- BSNL એ ખાનગી કંપનીઓનું વધાર્યું ટેન્શન, એક રિચાર્જમાં 3 લોકોનું ચાલશે કનેક્શન
BSNL એ ખાનગી કંપનીઓનું વધાર્યું ટેન્શન, એક રિચાર્જમાં 3 લોકોનું ચાલશે કનેક્શન

રિચાર્જ પ્લાનને લઈને Jio, Airtel, VI અને BSNL વચ્ચે જોરદાર કોમ્પિટીશન ચાલી રહી છે. બધી ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવા નવા રિચાર્જ પ્લાન રજૂ કરી રહી છે. ખાનગી કંપનીઓને ટક્કર મારવા માટે, હવે સરકારી ટેલિકોમ કંપની BSNL અત્યાર સુધીની સૌથી મોટી ધમાકેદાર ઓફર લઈને આવી છે. BSNL એ એક એવો પ્લાન રજૂ કર્યો છે જેમાં ફક્ત એક પ્લાનમાં 3 કનેક્શન આપવામાં આવી રહ્યા છે.

આ યુઝર્સ માટે આવ્યો છે એક નવો પ્લાન
છેલ્લા કેટલાક સમયથી, BSNL ટેલિકોમ ઉદ્યોગમાં જોરદાર ચર્ચામાં છે. આ પાછળનું એક મોટું કારણ કંપનીના સસ્તા રિચાર્જ પ્લાન પણ છે. BSNL પાસે તેના પ્રીપેડ અને પોસ્ટપેડ બંને યુઝર્સ માટે ઘણા શાનદાર પ્લાન છે. જોકે, હવે BSNL એ એક મજબૂત પ્લાન રજૂ કર્યો છે જે રિચાર્જનો વધારાનો ખર્ચ બચાવશે.
BSNL દ્વારા આ અદ્ભુત યોજના વિશે માહિતીની જાણકારી તેના સત્તાવાર X એકાઉન્ટમાંથી એક પોસ્ટ દ્વારા આપવામાં આવી છે. તમે આ પ્લાન કંપનીની સત્તાવાર વેબસાઇટ અથવા BSNL સેલ્ફ કેર એપ દ્વારા મેળવી શકો છો. ચાલો તમને તેના વિશે જણાવીએ.
BSNL ના નવા પ્લાને મચાવી દીધો હંગામો
BSNL એ તેના પોસ્ટપેડ યુઝર્સ માટે 999 રૂપિયાનો નવો પ્લાન રજૂ કર્યો છે. આ કંપનીનો ફેમિલી પ્લાન છે. આ પ્લાનની સૌથી મોટી ખાસ વાત એ છે કે ફક્ત એક જ વ્યક્તિએ રિચાર્જ કરાવવું પડશે અને 3 લોકોના નંબર ઉમેરી શકાય છે. મતલબ કે, હવે એક વ્યક્તિના ખર્ચે ત્રણ લોકોના નંબર ચાલી શકે છે. પરિવારના અલગ અલગ સભ્યો માટે વ્યક્તિગત પ્લાન લેવાની જરૂર રહેશે નહીં.

BSNL ના આ 999 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને મળતા ફાયદાઓ વિશે વાત કરીએ તો, કંપની પ્રાઈમરી યુઝર્સ તેમજ અન્ય કનેક્શન ધરાવતા ગ્રાહકોને અનલિમિટેડ ફ્રી કોલિંગ ઓફર કરી રહી છે. આ સાથે, બધા યુઝર્સને 75GB ડેટા મળશે. મતલબ કે પ્લાનમાં કુલ 300GB ડેટા ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, કંપની બધા યુઝર્સને દરરોજ 100 મફત SMS પણ ઓફર કરે છે.
Related Posts
Top News
સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Seriesનું ગુજરાતમાં વેચાણ શરૂ
ટ્રમ્પે ઇફ્તાર પાર્ટી આપી, પણ અમેરિકાના મુસ્લિમો કેમ ગુસ્સે થયા
દિલ્હી હજ કમિટીએ કરી વક્ફ બિલનું સમર્થન, કહ્યું- પહેલા બિલ વાંચો પછી વિરોધ કરો
Opinion
