NASA ઈન્સ્પાર્ડ સીટ, 1 ચાર્જમાં 1200 km રેન્જ, GAC Hyptec HL લોન્ચ, કિંમત જાણી લો

ચીની કાર કંપનીઓ ઇલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રમાં ખૂબ આગળ વધી રહી છે. ચીની કાર ઉત્પાદક કંપની GACએ તેની નવી SUV Hyptec HL લોન્ચ કરી છે. આ SUV બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) અને એક્સટેન્ડેડ રેન્જ ઇલેક્ટ્રિક વ્હીકલ (EREV). વિસ્તૃત રેન્જ વાહનનો અર્થ એ છે કે, તેમાં પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટર બંનેનો ઉપયોગ થાય છે. તેની શરૂઆતની કિંમત 2,69,800 યુઆન, ચીની ચલણ (લગભગ 31.4 લાખ ભારતીય રૂપિયા) નક્કી કરવામાં આવી છે. અહીં તમને જણાવી દઈએ કે, હાઇપટેક એ GAC હેઠળ એક ઉચ્ચ સ્તરની નવી ઉર્જા બ્રાન્ડ છે, જેને ઓગસ્ટ 2024માં હાઇપરથી રિબ્રાન્ડ કરવામાં આવી હતી.

GAC Hyptec HL
carnewschina.com

કંપનીએ યાટની ડિઝાઇનથી પ્રેરિત થઈને હાઇપટેક HL ડિઝાઇન કરી છે. તેની હેડલાઇટ્સ ક્રિસ્ટલ લેમ્પ મણકાથી બનેલી છે અને સેન્ટર ગ્રિલ વિવિધ લાઇટ યુનિટ્સથી જડેલી છે, જે વિવિધ લાઇટિંગ પેટર્ન બનાવી શકે છે. આ કારને 4 અલગ અલગ બાહ્ય રંગ વિકલ્પોમાં રજૂ કરવામાં આવી છે જેમાં નોટિકલ બ્લુ, આઈસ રોક ગ્રે, ડીપ C ગ્રીન અને નાઈટ શેડો બ્લેક રંગનો સમાવેશ થાય છે.

કંપનીએ Hyptec HLને સંપૂર્ણપણે આધુનિક બનાવવામાં કોઈ કસર છોડી નથી. તે રૂફ લિડર, ત્રણ મિલીમીટર-વેવ રડાર, 11 કેમેરા અને 12 અલ્ટ્રાસોનિક રડારથી સજ્જ છે, જે GACની ADiGO સિસ્ટમ સાથે સંયોજનમાં અદ્યતન ડ્રાઇવિંગ સહાય સિસ્ટમ્સને હાઇ-ડેફિનેશન નકશા પર આધાર રાખ્યા વિના વધુ સારી કામગીરી કરવામાં મદદ કરે છે. આ સેન્સર તમામ પ્રકારની રસ્તાની સ્થિતિમાં ખૂબ અસરકારક છે, ખાસ કરીને મુશ્કેલ રસ્તાઓ પર જ્યાં વાહનને ભારે ટ્રાફિકમાંથી બહાર કાઢવાની અથવા સાંકડા રસ્તા પર પાર્ક કરવાની જરૂર હોય છે, વગેરે સામેલ છે.

GAC Hyptec HL
carnewschina.com

ખાસ વાત એ છે કે Hyptec HLના બધા મોડેલો 800V ફાસ્ટ-ચાર્જિંગ સિસ્ટમ સાથે આવે છે. બે એન્ટ્રી-લેવલ રીઅર-વ્હીલ-ડ્રાઇવ EV વેરિઅન્ટ 3C ચાર્જિંગ રેટને સપોર્ટ કરે છે, જેનાથી બેટરી માત્ર 15 મિનિટમાં 30 ટકાથી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. ઉચ્ચ વેરિઅન્ટ ઝડપી 5C ચાર્જિંગ સિસ્ટમને સપોર્ટ કરે છે, જેના કારણે તેની બેટરી માત્ર 10 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.

RWD: તેનું રીઅર વ્હીલ ડ્રાઇવ વેરિઅન્ટ 335 hp પાવર અને 430 Nm ટોર્ક જનરેટ કરે છે. આ વેરિઅન્ટ માત્ર 6.5 સેકન્ડમાં 0 થી 100 Km/hની ઝડપે દોડી શકે છે.

AWD: ઓલ વ્હીલ ડ્રાઇવ વેરિઅન્ટમાં ફ્રન્ટ મોટર છે, જે 174 hp પાવર અને 240 Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે, આ વેરિઅન્ટ માત્ર 4.5 સેકન્ડમાં 0 થી 100 Km/hની ઝડપે દોડી શકે છે.

khatron ke khiladi
freepressjournal.in

બંને વેરિઅન્ટમાં, કંપનીએ 95.9 kWh અને 108.35 kWh ટર્નરી લિથિયમ બેટરી પેક પ્રદાન કર્યા છે. જે 670 Km, 700 Km અને 750 Kmની ત્રણ CLTC ડ્રાઇવિંગ રેન્જ સાથે આવે છે.

તેનું રીઅલ વ્હીલ ડ્રાઇવ (RWD) એટલે કે એક્સટેન્ડેડ રેન્જ ઇલેક્ટ્રિક વ્હીકલ (EREV) વેરિઅન્ટ 1.5T એન્જિન સાથે આવે છે. જેમાં 53 લિટરની ઇંધણ ટાંકી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ વેરિઅન્ટ માત્ર 7.5 સેકન્ડમાં 0 થી 100 Km/hની ઝડપ વધારવામાં સક્ષમ છે. તે 60.33 kWh ક્ષમતાના ટર્નરી લિથિયમ બેટરી પેકથી સજ્જ છે. આ SUV ઇલેક્ટ્રિક મોડમાં 350 Kmની રેન્જ આપે છે અને ઇંધણ સાથે કુલ 1200 Km સુધી ચાલી શકે છે.

GAC Hyptec HL
carnewschina.com

Hyptec HLના કદ વિશે વાત કરીએ તો, 5 મીટર લાંબી કાર 5126 mm લાંબી, 1990 mm પહોળી અને 1750 mm ઊંચી છે. આ કારમાં 3,088 mmનું વ્હીલબેઝ છે, જે કેબિનની અંદરની જગ્યા સુધારવામાં મદદ કરે છે. આ કાર 5-સીટર અને 6-સીટર બંને લેઆઉટ વેરિઅન્ટમાં આવે છે. જે 2+3 અને 2+2+2 રૂપરેખાંકનો સાથે ઓફર કરવામાં આવે છે.

હાઇપટેકનો દાવો છે કે, બીજી હરોળની ડબલ ઝીરો-ગ્રેવિટી સીટો નાસા સ્ટાન્ડર્ડની છે. જે 12-વે ઇલેક્ટ્રિક એડજસ્ટમેન્ટ, 18-પોઇન્ટ હોટ સ્ટોન મસાજ ફંક્શન અને ડ્યુઅલ આર્મરેસ્ટ સ્ક્રીનને સપોર્ટ કરે છે.

GAC Hyptec HL
carnewschina.com

SUVના આંતરિક ભાગમાં GACની ADiGO 6.0 સ્માર્ટ કોકપીટ સિસ્ટમ સાથે Qualcomm Snapdragon 8295P ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને વૉઇસ ઇન્ટરેક્શન માટે Deepseek-R1 AI મોડેલ સાથે સંકલિત કરવામાં આવ્યું છે. તેમાં 8.8-ઇંચનું ફુલ LCD ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ, 27-ઇંચનું હેડ-અપ-ડિસ્પ્લે (HUD), 17.3-ઇંચનું 3K સેન્ટ્રલ કંટ્રોલ સ્ક્રીન અને સેન્ટર કન્સોલ પર 50W વાયરલેસ ચાર્જિંગ પેડ પણ મળે છે.

GAC Hyptec HL
carnewschina.com

પાછળના મુસાફરોને 17.3-ઇંચ 3K સીલિંગ સ્ક્રીન અને રેફ્રિજરેટરની સુવિધા મળે છે. સાઉન્ડ સિસ્ટમની વાત કરીએ તો, આ કાર 24 સ્પીકર્સ સાથે 60થી વધુ ધ્વનિ-શોષક સામગ્રી અને સાઉન્ડપ્રૂફ ગ્લાસથી સજ્જ છે. જે તમારી મુસાફરીને વધુ આનંદપ્રદ બનાવવામાં મદદ કરે છે. એકંદરે, આ કારનું કેબિન ખૂબ જ આધુનિક અને સ્માર્ટ છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.