- Tech & Auto
- રોલ્સ રોયસ કંપનીએ દુનિયાની સૌથી મોંઘી કાર લોંચ કરી, કિંમત સાંભળીને ચોંકી જશો
રોલ્સ રોયસ કંપનીએ દુનિયાની સૌથી મોંઘી કાર લોંચ કરી, કિંમત સાંભળીને ચોંકી જશો

રોલ્સ રોયસ કંપનીએ દુનિયાની સૌથી મોંઘી કાર લોંચ કરી છે, જેની કિંમત એટલી અધધધ છે કે સાંભળીને તેમ ચોંકી જશો. રોલ્સ રોયસે આર્કાડિયા ડ્રોપટેલ રજૂ કરી છે, જેની કિંમત છે 31 મિલિયન ડોલર ભારતીય રૂપિયામાં 257 કરોડ રૂપિયા થાય.
રોલ્સ રોયસની આ પહેલાં લા રોજ નોયર ડ્રોપટેલ દુનિયાની સૌથી મોંઘી કાર ગણાતી હતી, જેની કિંમત 250 કરોડ રૂપિયા હતી.
રોલ્સ રોયસે આર્કાડિયા નામ ગ્રીક શહેર પરથી રાખ્યું છે, જેનો અર્થ થાય છે ધરતી પરનું સ્વર્ગ. સિંગાપોરના એક ગ્રાહકના કહેવાથી આ કાર તૈયાર કરવામાં આવી અને એક ઇવેન્ટમાં લોંચ કરવામાં આવી હતી. આ કારમાં 230 શીશમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાંથી 76 ટુકડા રિયર ડેકમાં લગાવવામાં આવ્યા છે. રોલ્સ રોયસે પોતે ડેશબોર્ડ પર એક વોચ લગાવી છે, જેના રિસર્ચમાં 2 વર્ષ ગયા હતા અને વોચને એસેમ્બલ કરવામાં 5 મહિના લાગ્યા હતા.
આ કાર 5 સેકન્ડમાં 100 કિ.મીની ઝડપે દોડી શકે છે. સોલિડ વ્હાઇટ કલર તૈયાર કરવામાં આવ્યો હતો.
Related Posts
Top News
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો
Opinion
