- Tech & Auto
- TATAએ NEXONનું સસ્તું વેરિઅન્ટ લૉન્ચ કર્યું, એક લાખ દસ હજાર સુધી કિંમત ઘટી
TATAએ NEXONનું સસ્તું વેરિઅન્ટ લૉન્ચ કર્યું, એક લાખ દસ હજાર સુધી કિંમત ઘટી

દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સે તાજેતરમાં જ તેની પ્રખ્યાત SUV Tata Nexonનો નવો અવતાર બજારમાં ઉતાર્યો હતો. આકર્ષક દેખાવ અને દમદાર એન્જિનથી સજ્જ આ SUVની તે સમયે શરૂઆતની કિંમત 8.15 લાખ રૂપિયા હતી. પરંતુ હવે કંપનીએ પેટ્રોલ અને ડીઝલ પાવરટ્રેન્સ બંનેમાં તેનું નવું સસ્તું બેઝ વેરિઅન્ટ રજૂ કર્યું છે. કંપનીએ તેનું નામ Nexon Smart (O) રાખ્યું છે. તેના બેઝ વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 7.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.
Tata Nexonનું આ પેટ્રોલ બેઝ વેરિઅન્ટ લગભગ 15,000 રૂપિયા સસ્તું છે. બીજી તરફ, કંપનીએ ડીઝલ બેઝ વેરિઅન્ટની શરૂઆતની કિંમત 10 લાખ રૂપિયા નક્કી કરી છે. માર્કેટમાં Mahindra XUV 3XOના આવ્યા પછી સ્પર્ધા વધુ વધી ગઈ છે. હકીકતમાં, મહિન્દ્રાએ તેની SUVને 7.49 રૂપિયાની ખૂબ જ ઓછી કિંમતે બજારમાં ઉતારી છે. શક્ય છે કે તેના કારણે ટાટાએ Nexonનું નવું બેઝ વેરિઅન્ટ રજૂ કર્યું હોય.
ટાટા મોટર્સે નેક્સનના કેટલાક અન્ય વેરિઅન્ટની કિંમતોમાં પણ ધરખમ ઘટાડો કર્યો છે. સ્માર્ટ પ્લસ અને સ્માર્ટ પ્લસ S વેરિઅન્ટની કિંમતમાં અનુક્રમે રૂ. 30,000 અને રૂ. 40,000નો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે Smart+ની કિંમત 8.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને Smart+S વેરિઅન્ટની કિંમત 9.40 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
ટાટા મોટર્સે નેક્સોન ડીઝલને બે નવા વેરિયન્ટ્સ (સ્માર્ટ + અને સ્માર્ટ + S)માં રજૂ કર્યું છે. સ્માર્ટ પ્લસ એ નવું એન્ટ્રી લેવલ વેરિઅન્ટ છે અને તેની કિંમત 10 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને સ્માર્ટ પ્લસ S વેરિઅન્ટ માટે ગ્રાહકોએ 10.60 લાખ રૂપિયા ખર્ચવા પડશે. આ નવા વેરિઅન્ટ્સ લૉન્ચ થયા પછી નેક્સોન ડીઝલની કિંમત અગાઉના મોડલની સરખામણીમાં 1.10 લાખ રૂપિયા સસ્તી થઈ ગઈ છે.
Tata Nexonના આ નવા બેઝ વેરિઅન્ટના એન્જિન મિકેનિઝમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પહેલાની જેમ, તે 1.2 લિટર ટર્બો પેટ્રોલ (120hp પાવર અને 170Nm ટોર્ક) એન્જિન અને 1.5 લિટર ડીઝલ એન્જિન (115hp પાવર અને 260Nm ટોર્ક) સાથે આવે છે. આ SUVમાં 5-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ AMT સિવાય, આ SUVમાં 7-સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશનનો વિકલ્પ છે.
Tata Nexonને 10.25-ઇંચની ટચસ્ક્રીન, સંપૂર્ણ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, વાયરલેસ ચાર્જર, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, ક્રૂઝ કંટ્રોલ, સબવૂફર સાથે 9-સ્પીકર JBL સાઉન્ડ સિસ્ટમ, વૉઇસ આસિસ્ટેડ ઇલેક્ટ્રિક સનરૂફ અને એનાથી પણ કંઈક વધુ મળે છે. સલામતીની દ્રષ્ટિએ, તેમાં 6 એરબેગ્સ, હિલ-સ્ટાર્ટ સહાય, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESP), ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), 360-ડિગ્રી કેમેરા વગેરેનો સમાવેશ થાય છે.
Top News
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું
સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી
Opinion
31.jpg)