- Astro and Religion
- શુભ કાર્ય કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ એટલે અખાત્રીજ
શુભ કાર્ય કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ એટલે અખાત્રીજ

અક્ષય તૃતીયાના શુભ દિવસે ભગવાન નર-નારાયણ, ભગવાન પરશુરામ, ભગવાન શંકર- પાર્વતી દેવી, ભગવાન હયગ્રીવની પુજા આરાધના કરી અક્ષય, સમૃદ્ધિ, સંપત્તિ પ્રાપ્ત કરીએ. આ દિવસે અક્ષય કળશની પુજા કરી સોનું, ચાંદી, વાહન શુભ-લાભ-અમૃતના ચોઘડિયામાં ખરીદવું લાભદાયી લગ્ન, ગૃહ પ્રવેશ, વસ્ત્ર આભૂષણોની ખરીદી કે જમીન કે મકાન વગેરેની ખરીદી માટે શ્રેષ્ઠ દિવસ. આ દિવસે બધા જ શુભ કાર્યો કરી શકાય.
મુહૂર્ત ગ્રંથ પ્રમાણે અખાત્રીજ વૈશાખ સુદ ત્રીજના દિવસે હોય છે. આ અખાત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મ અને હિન્દુ ધર્મમાં આ તહેવારોનું ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે તમામ મુહૂર્ત શુભ ગણાય છે. આ દિવસે કરાતા કોઇપણ મંગલ કાર્ય માટે યોગ, ગ્રહ, નક્ષત્ર જોવાની જરૂર હોતી નથી.
આ અક્ષય તૃતિયાના દિવસે સોના-ચાંદીની ખરીદીની સાથે સાથે પ્રોપર્ટી બૂક કરાવવી હોય, ખરીદવી હોય તે માટે પણ દિવસ શ્રેષ્ઠ છે.
અખાત્રીજ એટલે કદી ક્ષય ન થનારી તિથિ. આ દિવસે કરાયેલા દાન પુણ્ય, હવન, જપનો વિશેષ મહત્ત્વ છે. આ દિવસે સતયુગ તેમજ ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે તેનાથી એને યુગાદિ તિથિ પણ કહેવામાં આવે છે. આ દિવસે નર-નારાયણ, હયગ્રીવ અને ભગવાન પરશુરામનો અવતાર થયો હતો. આ દિવસે ભારતમાં અનેક શહેરોમાં મેળાઓ, શોભાયાત્રાના આયોજન પણ થાય છે.
અખાત્રીજ સ્વયં સિદ્ધિ મુહૂર્ત છે. આ દિવસે વિવાહ-લગ્ન, વ્યવસાયનો શુભારંભ, ગૃહ પ્રવેશ, સોના-ચાંદી, વસ્ત્રાલંકારની ખરીદી કરી શકાય. આ દિવસથી વર્ષમાં તેજી-મંદી (કોમોડીટી) કેવી રહેશે તે વિશે ગણતરી કરવામાં આવતી હોય છે. અખાત્રીજના દિવસે આર્થિક સમૃદ્ધિ વધારવા માટે મહાલક્ષ્મીજીની ઉપાસના પણ કરવામાં આવતી હોય છે. જન્મકુંડળીના ગ્રહયોગો પ્રમાણે વિવાહ-લગ્નમાં વિલંબ યોગ બનતાં હોય તો આદિવસે ભગવાન શિવજી-મા પાર્વતી દેવીનું વિધીવત પૂજન કરી તાંબા અથવા માટીના કળશમાં પાણી ભરી પુષ્પ, ફળ, ગંધ, તલ અને અન્નવસ્ત્ર સાથે કળશ શિવ મંદિરે મૂકવામાં આવે છે અને માં પાર્વતી દેવીના ૐ કલીમ્ કલીમ્ નમઃ મંત્રના જપ કરી મનોવાંચ્છિત કન્યા-વર પ્રાપ્તિ માટે ઉપાસના કરવામાં આવતી હોય છે. આ દિવસે શુભ કાર્યો માટે મુહૂર્ત આ પ્રમાણે છે.
Related Posts
Top News
નીતિનભાઈ પટેલ: ગુજરાત ભાજપના એક આખાબોલા નિષ્ઠાવાન કાર્યકર્તા અને પાટીદાર નેતા
મહા કુંભનો મહાચોર પકડાયો, 60 લાખના ફોન જપ્ત કરાયા
ગુજરાતના ગર્વનરે આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડ્યો
Opinion
