જન્માષ્ટમી પર કઈ રીતે કરશો ભગવાન કૃષ્ણની આરાધના?

On

જ્યારે-જ્યારે અસુરોનો અત્યાચાર વધ્યો છે અને ધર્મનું પતન થયું છે, ત્યારે-ત્યારે ભગવાને પૃથ્વી પર અવતાર લઈને સત્ય અને ધર્મની સ્થાપના કરી છે. હાલ, પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અને શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિએ અત્યાચારી કંસનો વિનાશ કરવા માટે મથુરામાં ભગવાન કૃષ્ણએ અવતાર લીધો હતો.

ભગવાન સ્વયં આ દિવસે પૃથ્વી પર અવતર્યા હતા, આથી આ દિવસને કૃષ્ણ જન્માષ્ટમી અથવા જન્માષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભક્તો રાત્રે 12 વાગ્યા સુધી વ્રત કરે છે. મંદિરોમાં હિંડોળા સજાવવામાં આવે છે અને ભગવાન કૃષ્ણને પારણું ઝુલાવવામાં આવે છે. જન્માષ્ટમીનાં દિવસે ભગવાન શ્રીકૃષ્ણની ખાસ પૂજા-આરાધના કરવામાં આવે છે.

કેવી રીતે કરશો વ્રત અને પૂજા

  • ઉપવાસની આગલી રાતે હળવું ભોજન કરીને બ્રહ્રચર્યનું પાલન કરવું.
  • ઉપવાસનાં દિવસે વહેલી સવારે સ્નાનાદિ વિધી પતાવવી.
  • ત્યારબાદ સૂર્ય, સોમ, યમ, કાલ, સંધિ, ભૂત, પવન, દીપક, ભૂમિ, આકાશ, ખેચર, અમર અને બ્રહ્માદીને નમસ્કાર કરી પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોં રાખીને બેસવું,
  • ત્યારબાદ જળ, ફૂલ, દરોઈ અને ચોખા લઈ સંકલ્પ કરવો-

મમખિલપાપપ્રશમનપૂર્વક સર્વાભીષ્ટ સિદ્ધયે

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી વ્રતમહં કરિષ્યે।।

  • હવે મધ્યાહ્નનાં સમયે કાળા તલનાં જળથી સ્નાન કરી દેવકીજી માટે સૂતિકાગૃહ નિયત કરો.
  • પછી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો.
  • ત્યારબાદ વિધી-વિધાનથી પૂજા કરવી.
  • પૂજામાં દેવકી, વાસુદેવ, બલદેવ, નંદ, યશોદા અને લક્ષ્મી આ તમામનાં નામ ક્રમશઃ લઈ નીચે લખેલા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરો-

પ્રણમે દેવ જનની ત્વયા જાતસ્તુ વામનઃ।

વસુદેવાત તથા કૃષ્ણો નમસ્તુભ્યં નમો નમઃ।

સુપુત્રાર્ધ્યં પ્રદત્તં મેં ગૃહાણેમં નમોસ્તુતે।।

Related Posts

Top News

હોળીના દિવસે યુવરાજ સિંહ સાથે થયું જબરદસ્ત પ્રેંક, સચિને બનાવ્યો હતો માસ્ટર પ્લાન

13 તારીખે દેશભરમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. સર્વત્ર આનંદ અને ઉત્સવનો માહોલ હતો. ગલીથી લઈને રસ્તાઓ સુધી બધે માત્ર...
Sports  Festival 
હોળીના દિવસે યુવરાજ સિંહ સાથે થયું જબરદસ્ત પ્રેંક, સચિને બનાવ્યો હતો માસ્ટર પ્લાન

નીતિનભાઈ પટેલ: ગુજરાત ભાજપના એક આખાબોલા નિષ્ઠાવાન કાર્યકર્તા અને પાટીદાર નેતા

(ઉત્કર્ષ પટેલ) નીતિનભાઈ પટેલ ગુજરાતના રાજકારણમાં એક એવું નામ છે જે નિષ્ઠા, આખાબોલાપણું અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક...
Gujarat  Opinion 
નીતિનભાઈ પટેલ: ગુજરાત ભાજપના એક આખાબોલા નિષ્ઠાવાન કાર્યકર્તા અને પાટીદાર નેતા

મહા કુંભનો મહાચોર પકડાયો, 60 લાખના ફોન જપ્ત કરાયા

પ્રયાગરાજ અને વારાણસીમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન જ્યારે મહેનતુ લોકો રોજગારથી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા, ત્યારે ચોર અને...
National 
મહા કુંભનો મહાચોર પકડાયો, 60 લાખના ફોન જપ્ત કરાયા

ગુજરાતના ગર્વનરે આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 22 જુલાઇ 2019ના દિવસે રાજ્યપાલ બનેલા આચાર્ય દેવવ્રતે ગુજરાતમાં 5...
Gujarat 
ગુજરાતના ગર્વનરે આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડ્યો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati