- Astro and Religion
- શ્રાદ્ધમાં શા માટે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, જાણો શું છે માન્યતા
શ્રાદ્ધમાં શા માટે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, જાણો શું છે માન્યતા

પિતૃપક્ષ દરવર્ષે ભાદરવા પૂનમથી શરૂ થાય છે અને આશ્વિન મહિનાની અમાસ સુધી રહે છે. આ સમય પૂર્વજોની પૂજા માટે ખૂબ જ ખાસ હોય છે. એમ તો પિતૃપક્ષમાં કોઇપણ શુભ કામ કરવાની મનાઇ હોય છે. પણ શાસ્ત્રો અનુસાર, શ્રાદ્ધ પક્ષ દરમિયાન એક દિવસ એવો પણ હોય છે, જે માતા લક્ષ્મીના વ્રત અને તેમની પૂજા માટે શુભ માનવામાં આવે છે. જેને ગજલક્ષ્મી વ્રત કે મહાલક્ષ્મી વ્રતના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે હાથી પર સવાર માતા લક્ષ્મીના ગજલક્ષ્મી રૂપની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે, શ્રાદ્ધની અષ્ટમી તિથિના રોજ માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં બરકત આવે છે અને લોકો પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.
શ્રાદ્ધમાં શા માટે કરવામાં આવે છે મહાલક્ષ્મી પૂજા
શાસ્ત્રો અનુસાર, શ્રાદ્ધપક્ષની અષ્ટમી તિથિના રોજ મહાલક્ષ્મી પૂજાનું ઘણું મહત્વ છે. એવી માન્યતા છે કે, આદિશક્તિના લક્ષ્મી સ્વરૂપ આ દિવસે પૃથ્વી પર પોતાની યાત્રા સમાપ્ત કરે છે. ત્યાર પછી નવરાત્રીના પહેલા દિવસથી પોતાની યાત્રા શરૂ કરી દે છે. માનવામાં આવે છે કે, પાંડવો દ્વારા પોતાનું બધું જ જુગારમાં હારી ગયા પછી યુધિષ્ઠિરને ભગવાન શ્રીકૃષ્ણએ આ વ્રત કરવાની સલાહ આપી હતી. જેથી ગુમાવેલ રાજપાટ અને ધન-એશ્વર્ય ફરી પ્રાપ્ત કરી શકાય. ગજ લક્ષ્મીનું વ્રત-પૂજન કરવાથી ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી. સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. સાથે જ માં લક્ષ્મી પોતાના ભક્તોની બધી મનોકામના પૂરી કરે છે.
કઇ રીતે કરે પૂજા
મહાલક્ષ્મી પૂજા માટે પ્રદોષકાળના સમયે સ્નાન કરીને ઘરની પશ્ચિમ દિશામાં લાલ કપડું પાથરીને એક ચૌરી રાખો. તેના પર કેસર અને ચંદનથી અષ્ટદલ બનાવો અને ત્યાં ચોખા રાખીને પાણીથી ભરેલ એક કળશ મૂકો. કળશની પાસે માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો. મર્તિની પાસે માટીના હાથી જરૂર રાખો. માતા લક્ષ્મીની મૂર્તિની સામે શ્રીયંત્ર રાખવાનું ન ભૂલતા.
આ ઉપરાંત સોના-ચાંદીના સિક્કા પણ પૂજાના સ્થાને મૂકો. ધનની દેવી માં લક્ષ્મીની પૂજા માટે કમળનાં ફૂલનો ઉપયોગ કરો. ત્યાર પછી માતા લક્ષ્મીની કંકુ, અક્ષત અને ફૂલની સાથે વિધિવત પૂજા કરો.
Related Posts
Top News
મહા કુંભનો મહાચોર પકડાયો, 60 લાખના ફોન જપ્ત કરાયા
ગુજરાતના ગર્વનરે આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ફાઇઝર કોવિડ રસી ઉતાવળમાં લોન્ચ કરી, તેની અસર પ્રજનન ક્ષમતા પર પડી: ડૉ. નાઓમી વોલ્ફ
Opinion
