- Business
- વધુ એક કંપની પર અદાણી ગ્રુપનો કબજો, 20000 પ્રતિ શેરના હિસાબે ખરીદી
વધુ એક કંપની પર અદાણી ગ્રુપનો કબજો, 20000 પ્રતિ શેરના હિસાબે ખરીદી

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે ગુરુવારે જણાવ્યું હતું કે અદાણી ગ્લોબલ લિમિટેડ મોરેશિયસના જોઈન્ટ વેન્ચર સિરિયસ ડિજિટેક લિમિટેડે પાર્સરલેબ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (PIPL) માં બાકીનો 22.5 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. આ ડીલ ભાગીદારી છે.
અદાણી એન્ટરપ્રાઇઝિસે જણાવ્યું હતું કે સિરિયસ ડિજીટેકે 22,500 ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર રૂ. 1 ફેસ વેલ્યુ વાળા) રૂ. 20,000 પ્રતિ શેર દીઠના ભાવે ખરીદ્યા છે, જેનાથી કુલ રોકાણ રૂ. 45,00,00,000 થયું છે, જે PIPLની શેર મૂડીના 22.5% છે.

19 માર્ચ 2025માં પૂર્ણ થનાર આ ટ્રાન્ઝેક્શન અદાણી ગ્રુપના ડેટા સેન્ટર અને ક્લાઉડ સર્વિસ સેક્ટરમાં વિસ્તરણમાં એક સીમાચિહ્નરૂપ છે. અદાણી ગ્રૂપ દ્વારા (સિરિયસ ડિજિટેક દ્વારા)PIPL માં નિયંત્રિત હિસ્સાના હસ્તાંતરણનો હેતુ ડેટા સેન્ટર અને ક્લાઉડ ઑફરિંગ સેક્ટરમાં તેની ઑફરનું વિસ્તરણ કરવાનો છે.
PIPL શું કરે છે?
તે એક ભારતીય સ્ટાર્ટઅપ છે, જે સોવરેન AI અને ક્લાઉડ પર કામ કરે છે. જુલાઈ 2024માં, સિરિયસ ડિજિટેકે PIPLમાં 77.5% હિસ્સો હસ્તગત કર્યો હતો. સિરિયસ ડિજીટેક લિમિટેડ, અદાણી ગ્લોબલ લિમિટેડ, મોરિશિયસની સંયુક્ત સાહસ કંપની છે, જે કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.

શેરમાં જોરદાર ઉછાળો
અદાણી ગ્રુપે આ કંપનીના શેર ખરીદ્યા બાદ અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. BSE પર અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 0.84 ટકા વધીને રૂ. 2,338.05 પર ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીનું માર્કેટ કેપ રૂ. 2.69 કરોડ હતું. છેલ્લા છ મહિનામાં આ સ્ટોક 22 ટકા સુધી તૂટ્યો છે.તો 1 મહિનામાં આ શેરે 7 ટકાથી વધુ વળતર આપ્યું છે.
કેબલ સેક્ટરમાં પ્રવેશ કરશે અદાણી
ગૌતમ અદાણીની કંપનીએ જાહેરાત કરી છે કે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની કચ્છ કોપર લિમિટેડ દ્વારા એક જોઈન્ટ વેંચરની રચના કરવાની જાહેરાત કરી છે, જેમાં પ્રણિતા વેન્ચર્સે 50:50ના રેશિયોમાં ભાગીદારી કરી છે અને નવી એન્ટિટીનું નામ પ્રણિતા ઈકોકેબલ્સ લિમિટેડ રાખવામાં આવ્યું છે. આ જાહેરાત બાદ કેબલ કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ જાહેરાત બાદ પોલિકેબ, હેવેલ્સ, KEI ઈન્ડસ્ટ્રીઝ અને અન્ય કેબલ કંપનીઓના શેરમાં 14 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
Related Posts
Top News
એટલીની ફિલ્મ માટે અલ્લુ અર્જુન બન્યો સૌથી મોંઘો અભિનેતા, આટલી મોટી રકમ ચાર્જ કરી!
શું છે RSSનું '3 ભાષા' સૂત્ર? સંઘે જણાવ્યું આનાથી દક્ષિણના રાજ્યોની મુશ્કેલીઓ કેવી રીતે દૂર થઇ શકે
દર્શકોના મનમાં સવાલ, શું રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે? હેમા માલિનીના ફોટા પરથી શંકા ગઈ
Opinion
