- Business
- PF સાથે જોડાયેલી આ સુવિધા હવે બંધ કરી દેવામાં આવી
PF સાથે જોડાયેલી આ સુવિધા હવે બંધ કરી દેવામાં આવી

કર્મચારી ભવિષ્ય નિધિ ફંડ (EPFO)ના સબ્સક્રાઇબાર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. EPFOએ કોરોનાકાળમાં શરૂ કરેલી એક મોટી સુવિધા બંધ કરી દીધી છે. તેની સાથે જ EPFOએ PF અકાઉન્ટ ફ્રીઝ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે. કોરોના મહામારી દરમિયાન આર્થિક સંકટને પહોંચીવળવા માટે સરકારે કર્મચારીઓને કોવિડ-19 એડવાન્સ મની કાઢવાની સુવિધા આપી હતી, જે હવે બંધ કરી દીધી છે.
એ હેઠળ કોઈ EPFO મેમ્બર્સ પૈસાઓની જરૂરિયાત પડવા પર કોવિડ એડવાન્સ તરીકે પોતાના PF અકાઉન્ટમાંથી પૈસા કાઢી શકતા હતા. એક અખબારના રિપોર્ટ મુજબ, હવે આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. જો કે, આ બાબતે નોટિફિકેશન જાહેર કરવામાં આવી નથી, પરંતુ સોફ્ટવેરમાં નોન રીફન્ડેબલ કોવિડ એડવાન્સ પ્રોવિઝનને ડિસેબલ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેથી અકાઉન્ટ હોલ્ડર્સ તેના માટે એપ્લાઈ ન કરી શકે.
કોવિડ-19 એડવાન્સ ફંડ સાથે જ EPFOએ વધુ એક નવો નિયમ રજૂ કર્યો છે. સંગઠને ફ્રીઝ અને ડી-ફ્રીઝ અકાઉન્ટ માટે SOP જાહેર કરી છે. એ હેઠળ ફ્રીઝ અકાઉન્ટ વેરિફાઈ કરવા માટે 30 દિવસ સુધી સમય સીમા કરી દેવામાં આવી છે. જો કે, આ ડેડલાઇનને 14 દિવસ અને વધારવાની પણ છૂટ છે. એવામાં તમને આ અવધિ દરમિયાન ફ્રીઝ કે ડી-ફ્રીઝ કરવા માટે અકાઉન્ટ વેરિફાઈ કરવાનું અનિવાર્ય હશે. અકાઉન્ટ ફ્રીઝ કે ડી-ફ્રીઝ કરવા માટે જાહેર કરવામાં આવેલા SOPથી ફ્રોડ રોકી શકાશે.
SOP ડોક્યૂમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે પહેલી અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે કોઈ પણ અકાઉન્ટમાં પૈસા સુરક્ષિત રાખવા જરૂરી છે. એવામાં વેરિફિકેશનથી અકાઉન્ટથી માત્ર એ જ વ્યક્તિ પૈસા કાઢી શકશે, જેનું અકાઉન્ટ છે. EPFOએ કહ્યું કે, શંકાસ્પદ અકાઉન્ટના ટ્રાન્ઝેક્શનની ઓળખ માટે MID કે UAN અને પ્રતિષ્ઠાનોના વેરિફિકેશન જરૂરી છે. ઉલ્લેખનીય છે કે કર્મચારી ભવિષ્ય નિધિ, PF, પેન્શન અને વીમા યોજના ચલાવે છે અને આ સંગઠન સાથે કુલ 6 કરોડ લોકો જોડાયેલા છે.
Related Posts
Top News
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન
સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ
Opinion
