- Business
- ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો
ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નોટિફિકેશન જારી કરીને ATM ટ્રાન્ઝેકશમાં ઇન્ટરેચેંજ ફી વધારવાના નિર્ણયની જાહેરાત કરી છે જે 1 મે 2025થી લાગુ પડશે.
RBIએ કહ્યું છે કે ફ્રી ટ્રાન્ઝેકશન પછીના દરેક ટ્રાન્ઝેકશન પર હવે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 17 રૂપિયા ચાર્જ વસુલાતો હતો હવે 19 રૂપિયા ચાર્જ વસુલવામાં આવશે. RBIએ કહ્યું છે કે ATM ઓપરેટર્સની રજૂઆત હતી કે ઓપરેટીગં ખર્ચ વધી રહ્યો હોવાથી ATM ચાર્જ વધારવાની જરૂર છે.
મેટ્રો શહેરોમાં ATMના 5 ટ્રાન્ઝેકશન સુધી કોઇ ચાર્જ લેવામાં આવતો નથી, પરંતુ 5થી વધારે ટ્રાન્ઝેકન થાય એ પછી ચાર્જ લાગે છે જે 1મે 2025 પછી 19 રૂપિયા ચૂકવવો પડશે. નોન મેટ્રો સિટીમાં 3 ટ્રાન્ઝેકશન ફ્રી હોય છે એ પછીના ટ્રાન્ઝેકશન પર ચાર્જ લાગે છે.
નોન ફાયનાન્શીઅલ ટ્રાન્ઝેકશન અને બેંલેસ ઇન્કવાયરીનો 6 રૂપિયાનો ચાર્જ વધારીને 7 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

