ટ્રમ્પના ટેરિફ દબાણને કારણે ભારતમાંથી આ વસ્તુઓની આયાત માટે ડીલ કરવા ઉત્સુક બન્યું ચીન!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ દબાણ વચ્ચે, ચીન ભારત સાથે સોદો કરવા માટે ઉત્સુક બની રહ્યું છે. ડ્રેગન ભારત સાથે ગાઢ આર્થિક સંબંધો સ્થાપિત કરવા માંગે છે. ભારતમાં ચીનના રાજદૂત ઝુ ફેઈહોંગે ​​કહ્યું છે કે, ચીન વધુ પ્રીમિયમ ભારતીય નિકાસનું સ્વાગત કરે છે અને તેના વિશાળ ગ્રાહક બજારનો લાભ લેવા માટે ભારતીય વ્યવસાયોને ટેકો આપવા તૈયાર છે.

US-China-Tariff-War
amarujala.com

મીડિયા સૂત્રને આપેલા એક ઇન્ટરવ્યુમાં, રાજદૂત ઝુ ફેઈહોંગે જણાવ્યું હતું કે, ભારત-ચીન આર્થિક અને વેપાર સંબંધોનો સાર પરસ્પર લાભ અને જીતનો સહયોગ છે. ચીને ક્યારેય જાણી જોઈને વેપાર સરપ્લસનો પીછો કર્યો નથી. વેપાર સરપ્લસ બજારમાં તમારી તાકાતને પ્રતિબિંબિત કરે છે અને બદલાતી આર્થિક પરિસ્થિતિઓ સાથે વિકસિત થાય છે.

ચીનના રાજદૂતે, વૈશ્વિક વેપાર જગતના નેતાઓને રાષ્ટ્રપતિ શી જિનપિંગના તાજેતરના સંબોધનનો ઉલ્લેખ કરીને એ વાત પર પ્રકાશ પડ્યો કે, ચીનમાં રોકાણ કરવાની વિશાળ સંભાવનાઓ છે. તેમણે કહ્યું કે ચીન, વિશ્વનું બીજું સૌથી મોટું ગ્રાહક બજાર અને સૌથી મોટી મધ્યમ આવક શ્રેણી હોવાને કારણે, રોકાણ અને વપરાશ માટે વિશાળ સંભાવનાઓ પ્રદાન કરે છે. ચીનના વિશાળ બજારનું મૂલ્યાંકન કરવાથી ભારતીય કંપનીઓ માટે વધુ વ્યવસાયિક તકો ખુલશે.

US-China-Tariff-War1
aajtak.in

નાણાકીય વર્ષ 2024માં ચીની બજારમાં મરચા, આયર્ન અને કોટન યાર્ન જેવી ભારતીય નિકાસમાં સારો વધારો જોવા મળ્યો, જે અનુક્રમે 17 ટકા, 160 ટકા અને 240 ટકાથી વધુ વધ્યો. ફેઇહોંગે ​​જણાવ્યું હતું કે, 'અમે ચીનમાં વધુ પ્રીમિયમ ભારતીય માલસામાનની નિકાસનું સ્વાગત કરીએ છીએ અને ભારતીય વ્યવસાયોને ચીનની બજાર માંગનો લાભ લેવામાં મદદ કરવા તૈયાર છીએ, જેનાથી અમારા આર્થિક અને વેપાર સહયોગની વિશાળ સંભાવનાનો અહેસાસ થશે.'

જોકે, આ દરમિયાન, ચીને ભારતને બજાર ઍક્સેસ અંગે ચીનની ચિંતાઓને દૂર કરવા અપીલ પણ કરી. તેમણે કહ્યું, 'અમને આશા છે કે ભારત આર્થિક અને વેપાર ક્ષેત્રમાં ચીનની ચિંતાઓને ગંભીરતાથી લેશે અને ચીની ઉદ્યોગો માટે ન્યાયી, પારદર્શક અને ભેદભાવ રહિત વ્યવસાયિક વાતાવરણ પૂરું પાડશે. ચીન-ભારત દ્વિપક્ષીય આર્થિક અને વેપાર સહયોગને નવી ઊંચાઈએ લઈ જશે અને બંને દેશોના લોકોને નક્કર લાભો મળશે.'

US-China-Tariff-War3
bbc.com

ચીન તરફથી આવા નિવેદનો એવા સમયે આવ્યા છે, જ્યારે ભારત 2020ના સરહદી અવરોધ પછીથી 99.2 બિલિયન ડૉલરની વેપાર ખાધ અને રાજકીય તણાવને લઈને ચીન સાથે મતભેદમાં છે. છતાં પણ, જેમ જેમ અમેરિકા ટેરિફ બમણું કરી રહ્યું છે, ત્યારે આર્થિક મજબૂરીને કારણે બેઇજિંગને ભારત પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવાની ફરજ પડી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.