છ વર્ષમાં જે ન થયું તે થઇ ગયું... એક તરફ સેન્સેક્સમાં તેજી આવી, તો આ બાજુ સારા સમાચાર આવ્યા

માર્ચ મહિનામાં છૂટક ફુગાવો છ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો. શેરબજાર બંધ થયા પછી આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. મંગળવારે બજારમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો. US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર ટેરિફ મુક્તિની જાહેરાત કર્યા પછી સેન્સેક્સ 1,578 પોઇન્ટ વધ્યો. માર્ચમાં જથ્થાબંધ ફુગાવામાં પણ ઘટાડો થયો છે. શાકભાજી અને પ્રોટીનયુક્ત વસ્તુઓના ભાવ ઘટવાને કારણે માર્ચમાં છૂટક ફુગાવો ઘટીને 3.34 ટકા થયો. આ છેલ્લા છ વર્ષમાં સૌથી નીચો છે. અગાઉ ઓગસ્ટ 2019માં આ દર 3.28 ટકા હતો. ભારતીય રિઝર્વ બેંક (RBI) આ ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને તેની નીતિઓ બનાવે છે. ગયા અઠવાડિયે, સેન્ટ્રલ બેંકે રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 6 ટકા કર્યો હતો.

Retail Inflation
livevns.news

ફેબ્રુઆરીમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) પર આધારિત છૂટક ફુગાવો 3.61 ટકા હતો. ગયા વર્ષે માર્ચમાં તે 4.85 ટકા હતો. આ વખતે માર્ચમાં તેમાં વધુ ઘટાડો થયો છે. માર્ચમાં ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવાનો દર 2.69 ટકા હતો. ફેબ્રુઆરીમાં તે 3.75 ટકા હતો. ગયા વર્ષે માર્ચમાં તે 8.52 ટકા હતો. આનો અર્થ એ થયો કે ખાવા પીવાની વસ્તુઓ હવે પહેલા કરતા સસ્તી થઇ રહી છે.

RBIનું કહેવું છે કે, આગામી નાણાકીય વર્ષ 2025-26માં છૂટક ફુગાવાનો દર 4 ટકાની આસપાસ રહેશે. તેમનો અંદાજ છે કે, તે પ્રથમ ક્વાર્ટરમાં 3.6 ટકા, બીજા ક્વાર્ટરમાં 3.9 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 3.8 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 4.4 ટકા રહેશે. RBI એમ પણ કહે છે કે, ફુગાવાનો દર ઉપર કે નીચે પણ જઈ શકે છે.

Stock Market
cnbctv18.com

માર્ચમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત ફુગાવાનો દર પણ ઘટીને 2.05 ટકા થયો છે. આ છેલ્લા છ મહિનામાં સૌથી નીચો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાનો દર 1.91 ટકા હતો. આનો અર્થ એ થયો કે, જથ્થાબંધ બજારમાં પણ વસ્તુઓ સસ્તી થઈ રહી છે.

બીજી તરફ, મંગળવારે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજી રહી. BSE સેન્સેક્સ 1,578 પોઈન્ટ વધ્યો. NSE નિફ્ટીમાં 500 પોઈન્ટનો વધારો થયો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક ઇલેક્ટ્રોનિક સામાન પર ટેરિફ ઘટાડવા અને વાહનો પર ટેરિફ પર પુનર્વિચાર કરવાનો સંકેત આપ્યો હતો. આના કારણે વિશ્વભરના બજારોમાં તેજી જોવા મળી. તેની અસર ભારત પર પણ પડી.

Retail Inflation
thehindu.com

BSE સેન્સેક્સ 1,577.63 પોઈન્ટ અથવા 2.10 ટકાના વધારા સાથે 76,734.89 પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન, તે એક સમયે 1,750.37 પોઈન્ટ સુધી વધી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી પણ 500 પોઈન્ટ અથવા 2.19 ટકાના વધારા સાથે 23,328.55 પોઈન્ટ પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન, તે એક સમયે 539.8 પોઈન્ટ સુધી ગયો હતો. 2 એપ્રિલના રોજ ટ્રમ્પ દ્વારા પ્રતિક્રિયાત્મક ટેરિફ લાદવામાં આવ્યા પછી બજાર ઘટ્યું હતું. હવે બંને સૂચકાંકો તે નુકસાનમાંથી બહાર આવી ગયા છે.

Stock Market
ommcomnews.com

BSEના બધા ક્ષેત્રીય સૂચકાંકો નફામાં હતા. BSEના રિયલ્ટી, ઓટો, કેપિટલ ગુડ્સ અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં પાંચ ટકાનો વધારો થયો હતો.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.