IPS સફીન હસનનો માણસ છું એવું કહીને એક માણસે અમદાવાદ એરપોર્ટ માથે લીધું

On

અમદાવાદના સરદાર વલ્લભભાઇ એરપોર્ટ પર એક માણસે આખું એરપોર્ટ માથે લીધું હતું. વાત કાર અથડાવવાની હતી, પરંતુ આ માણસે એવો રોફ માર્યો કે હું IPS સફીન હસનનો માણસ છું.

IPS સફી હસન 

IPS સફીન હસન ગુજરાતના સૌથી યુવા IPS અધિકારી છે અને 22 વર્ષની ઉંમરે તેમણે આ સફળતા મેળવી હતી. અત્યારે તો જામનગરા ડિસ્ટ્રીક્ટમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેડન્ટ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવે છે. એરપોર્ટ પર પહોંચેલી પોલીસે એ રોફ મારતા માણસનો નશો ઉતારી દીધો હતો અને ધરપકડ કરી હતી.

જાણવા મળેલી વિગત મુજબ ગુરુવારે રાત્રે અમદાવાદના ડોમેસ્ટીક એરપોર્ટ પાસે બલદીપસિંહ રાણાએ ભારે બબાલ મચાવી હતી અને એરપોર્ટ માથે લીધું હતું. બલદિપસિંહ રાણાએ કાર અથડાવી હતી અને પછી બબાલ ઉભી કરી હતી. એ મોટે મોટેથી એવું બોલી રહ્યો હતો કે, હું IPS સફી હસનનો માણસ છું. ભારે બબાલ થતા લોકોએ પોલીસને જાણ કરી દીધી હતી.

એરપોર્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બલદિપસિંહ રાણા નશામાં એટલો ધૂત હતો કે એની હાલત એવી હતી કે પોતાનું નામ પણ સરખું બોલી શકતો નહોતો. પોલીસે કાર સાથે લઇ જવાનું કહેતા બલદિપે વધારે ઉત્પાત મચાવ્યો હતો. પોલીસ તેની ધરપકડ કરીને એરપોર્ટ પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, દારૂ પીને બબાલ મચાવનારો આરોપી બલદિપસિંહ રાણા મૂળ મોરબી જિલ્લાનો પીપળી ગામનો રહેવાસી છે. તેણે કહ્યું હતું કે તે એરપોર્ટ પર અવારનવાર આવતો રહે છે. એરપોર્ટ પોલીસે આરોપી બલદિપસિંહ વિરુદ્ધ ગેરવર્તન કરવા અને મોટર વ્હીકલ એક્ટ અને GPA એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરી છે.

આવા ઘણા લોકો હોય છે જે અધિકારીઓના નામે ચરી ખાતા હોય છે, પરંતુ તેમનું જુઠ્ઠાણું લાંબુ ચાલતું હોતું નથી.

Related Posts

Top News

વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર ટ્રેન્ડ આવતા રહે છે, જેમાં વિવિધ પડકારો આપવામાં આવે છે. જેમ કે ક્યારેક કસરતનો...
Lifestyle 
વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા આસીરગઢ કિલ્લામાં સોનાની શોધની અફવાઓએ સ્થાનિક લોકોને ખોદકામ કરવા માટે આકર્ષ્યા, જેની શરૂઆત એક બાંધકામ સ્થળે...
National 
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ટુર્નામેન્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પરિણામે, મોહમ્મદ રિઝવાનની આગેવાની...
Sports 
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

હાલમાં લોકોનું ધ્યાન ભગવાનના દર્શન કરવા પર છે, તેઓ સતત અયોધ્યા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, ભગવાન...
National 
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati