ભારતમાં પણ વધી રહ્યો ચીનવાળો કોરોના વેરિયન્ટ! આ 16 લક્ષણો દેખાય તો થઈ જાઓ સાવધાન

કોવિડ-19ના વધતા જતા કેસોએ ફરી એકવાર વિશ્વની ચિંતા વધારી દીધી છે. લોકોને કોરોનાથી થોડી રાહત મળી હતી કે ચીન, જાપાન, આર્જેન્ટિના, દક્ષિણ કોરિયા, અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં ફરી કેસ વધવા લાગ્યા છે. દર્દીઓની વધતી સંખ્યાને જોતા, ભારતના આરોગ્ય મંત્રાલયે પણ એક બેઠક બોલાવી જેમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. ચીનમાં કોવિડ-19 કેસમાં વધારા માટે જવાબદાર ઓમિક્રોનના BF.7 વેરિયન્ટના ચાર કેસ ભારતમાં પણ મળી આવ્યા છે. ગુજરાતમાં કોવિડ પોઝિટિવ મળી આવેલી 61 વર્ષીય NRI મહિલાએ રસીના ત્રણ ડોઝ લીધા હતા.

કોરોના વાયરસ સતત મ્યુટેટ થઈ રહ્યો છે અને તેને કારણે તેના લક્ષણો પણ બદલાઈ રહ્યા છે. આવા ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જેમાં રસી લીધેલા લોકો પણ કોવિડ પોઝિટિવ બની રહ્યા છે. વાસ્તવમાં, આવા ઘણા લક્ષણો છે જેને કોઈપણ વ્યક્તિ સામાન્ય ગણીને અવગણના કરે છે, પરંતુ તે લક્ષણો કોરોનાના પણ હોઈ શકે છે. યુકેની આરોગ્ય અભ્યાસ એપ્લિકેશન ZOE પર સંક્રમિત લોકો તેમના લક્ષણો જણાવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ એપ પર સંક્રમિત લોકો દ્વારા કેટલાક લક્ષણોની જાણ કરવામાં આવી છે. 

અહેવાલો અનુસાર, કોરોના રોગચાળાની શરૂઆતથી, ZOE એપ કોવિડના લક્ષણો અને સમય સાથે લોકોમાં લક્ષણો કેવી રીતે બદલાઈ રહ્યા છે તે વિશે સતત માહિતી આપી રહી છે. SARS-CoV-2 કોરોના વાયરસ જે કોવિડ-19નું કારણ બને છે, દરેક વાયરસની જેમ, તેની ફેલાવાની ક્ષમતા અને તેના લક્ષણોને કારણે પરિવર્તન થઈ રહ્યું છે. 

કોવિડ-19ના સૌથી સામાન્ય લક્ષણો છે જેને અવગણવા જોઈએ નહીં - 

  • સુકુ ગળું
  • છીંક
  • વહેતું નાક
  • બંધ નાક
  • કફ વગરની ઉધરસ
  • માથાનો દુઃખાવો
  • કફ સાથે ઉધરસ
  • બોલવામાં તકલીફ 
  • સ્નાયુઓમાં દુઃખાવો
  • કોઈ ગંધ ન આવવી 
  • ઉંચો તાવ
  • ઠંડી સાથે તાવ
  • સતત ઉધરસ
  • શ્વાસ લેવામાં તકલીફ
  • થાક લાગવો
  • ભૂખ ન લાગવી
  • ઝાડા

ખૂબ જ સામાન્ય બની ગયા છે આ લક્ષણ 

ZOE હેલ્થ સ્ટડી અનુસાર, ગંધ ન આવવી અને શ્વાસ લેવામાં તકલીફ એ કોવિડ-19ના BF-7 વેરિયન્ટના સામાન્ય લક્ષણો છે. કોરોનાના અન્ય પ્રકારોમાં પણ આ સૌથી સામાન્ય લક્ષણ હતું. એનોસ્મિયા એ કોવિડ-19નું મુખ્ય લક્ષણ હતું, પરંતુ જે લોકોને કોવિડ થઈ રહ્યો છે, એમાંથી માત્ર 16 ટકા લોકો જ તેનો અનુભવ કરી રહ્યા છે.

જો લક્ષણો દેખાય તો શું કરવું?

નેશનલ હેલ્થ સર્વિસ કહે છે કે ઘણા લોકો પાંચ દિવસ પછી પણ અન્ય લોકોમાં સંક્રમણ ફેલાવતા નથી, પરંતુ કેટલાક લોકો સંક્રમિત થયાના 10 દિવસ પછી પણ સંક્રમણ ફેલાવી શકે છે. તેથી, જે લોકોને કોઈ લક્ષણો દેખાઈ રહ્યા છે તેની અવગણના કરવાને બદલે, તેઓએ પાંચ દિવસ સુધી અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ અને ઓછામાં ઓછા 10 દિવસ સુધી વૃદ્ધ-બાળકો અથવા બીમાર લોકોને મળવાનું ટાળવું જોઈએ.

સાવચેત રહેવાની જરૂર 

એક નિષ્ણાંતનું કહેવું છે કે, ભારતમાં કોવિડ રસીકરણ અભિયાન અને અસરકારક રસીને ધ્યાનમાં રાખીને ચીનમાં કોવિડ-19ના વધતા જતા કેસોને લઈને ગભરાવાની જરૂર નથી. ચીનથી આવનારી ફ્લાઈટ્સ સંબંધિત નીતિઓ પર તરત કામ કરવું જોઈએ. ચીનમાં ફેલાયેલ વર્તમાન કોવિડ માત્ર ચીન માટે દુઃખદ રોગચાળો નથી, પરંતુ વૈશ્વિક વસ્તીને પણ મોટા જોખમમાં મૂકી શકે છે.

એન્ટિ ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્ય અને કોવિડ રસીકરણ અભિયાનના વડાએ જણાવ્યા અનુસાર, ભારતે ચીનમાં વધતા કેસથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. ભારતમાં મોટા પાયે રસીકરણ કરવામાં આવ્યું છે, જેમાં વૃદ્ધો અને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.