NCERT પુસ્તકમાંથી દૂર કરાયા મુઘલો અને દિલ્હી સલ્તનત પરના પ્રકરણ, મહાકુંભને મળ્યું સ્થાન

દિલ્હીના NCERT ના નવા પાઠ્યપુસ્તકોમાં, ધોરણ 7 ના પુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનતના પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે. આ ફેરફારો હેઠળ, નવા પ્રકરણો ભારતીય રાજવંશો, 'પવિત્ર ભૂગોળ', મહાકુંભ અને સરકારી યોજનાઓ પર જોર આપવામાં આવ્યું છે. આ પગલાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા (NCFSE) 2023 સાથે સુસંગત છે જે ભારતીય પરંપરાઓ, ફિલસૂફી, શિક્ષણ પ્રણાલીઓ અને સ્થાનિક સંદર્ભ પર ભાર મૂકે છે.

NCERT અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પાઠ્યપુસ્તકનો પહેલો ભાગ છે અને બીજો ભાગ આગામી મહિનાઓમાં પ્રકાશિત કરવામાં આવશે. જોકે, તેમણે પુષ્ટિ કરી ન હતી કે અગાઉ દૂર કરાયેલા ભાગો પાછા ઉમેરવામાં આવશે કે નહીં.

NCERT
pragnews.com

મુઘલ અને દિલ્હી સલ્તનત પર આધારિત ભાગો ઘટાડવામાં આવ્યા  

કોવિડ-19 મહામારી દરમિયાન 2022-23 માં  NCERT એ પહેલા જ મુઘલ અને દિલ્હી સલ્તનત પર આધારિત ભાગો ઘટાડી દીધા હતા, પરંતુ હવે નવા પાઠ્યપુસ્તકમાંથી તેમને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 'એક્સપ્લોરિંગ સોસાયટી: ઇન્ડિયા એન્ડ બિયોન્ડ' નામના સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકમાં નવા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જો પ્રાચીન ભારતીય રાજવંશો જેવા કે મગધ, મૌર્ય, શુંગ અને સાતવાહન પર ધ્યાન કેન્દ્રિત છે.

NCERT2
swarajyamag.com

મહાકુંભનો ઉલ્લેખ

નવા પાઠ્યપુસ્તકમાં 'પવિત્ર ભૂગોળ' નામના પ્રકરણો પણ શામેલ છે, જેમાં ભારતના પવિત્ર સ્થળો અને તીર્થસ્થાનો વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે. તેમાં 12 જ્યોતિર્લિંગ, ચાર ધામ યાત્રા અને શક્તિપીઠોનું વર્ણન કરવામાં આવ્યું છે.

મહાકુંભ , જે આ વર્ષે પ્રયાગરાજમાં યોજાયો હતો, તેને પણ પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે લગભગ 660 મિલિયન એટલે કે 66 કરોડ લોકોએ તેમાં ભાગ લીધો હતો. 

સરકારી યોજનાઓને પણ પુસ્તકમાં શામેલ કરવામાં આવી 

પાઠ્યપુસ્તકમાં સરકારી યોજનાઓ જેવી કે, 'મેક ઇન ઇન્ડિયા', 'બેટી બચાવો, બેટી પઢાઓ' અને 'અટલ ટનલ'નો પણ ઉલ્લેખ છે. ભારતના બંધારણના એક પ્રકરણમાં સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે 2004 માં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવવાના અધિકારને નાગરિકોના મૂળભૂત અધિકાર તરીકે સમાવિષ્ટ કર્યો.

અભ્યાસક્રમમાં કરવામાં આવેલા આ ફેરફારોનો વિરોધ પણ વિપક્ષ કરી રહ્યો છે, જ્યાં પુસ્તકોના 'ભગવાકરણ'ના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. NCERT ના ડિરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીએ ગયા વર્ષે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે રમખાણો વિશે શીખવવાથી બાળકો નકારાત્મક બની શકે છે.

 

About The Author

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.