EaseMyTripના ફાઉન્ડર નિશાંત સાથે ડેટિંગના સમાચાર પર કંગના બોલી- આવું ના કરો...

On

હાલમાં બોલિવુડ અભિનેત્રી કંગના રણૌત મિસ્ટ્રીમેન સાથેના ફોટોના કારણે ચર્ચામાં ચાલી રહી છે. તાજેતરમાં જ કંગના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યા પહોંચી હતી, જ્યાં તેણે ટ્રાવેલ કંપની ઈઝમાયટ્રીયના ફાઉન્ડર નિશાંત પિટ્ટી સાથે ફોટો પડાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, આ ફોટો વાયરલ થતા બંનેના ડેટિંગની ચર્ચા ચાલુ થઈ ગઈ હતી, જેને લઈને કંગનાએ આજે પોતાના સોશિયલ મીડિયા પર સ્પષ્ટીકરણ આપ્યું હતું. તેણે ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું કે, મીડિયાને મારી વિનમ્ર અપીલ છે કે, કૃપા કરીને ખોટી માહિતી ન ફેલાવો. નિશાંત પટ્ટી એક ખુશ પરિણીત વ્યક્તિ છે અને હું કોઈ અન્ય વ્યક્તિને ડેટ કરી રહી છું. યોગ્ય સમયની રાહ જુઓ. કૃપા કરીને આવું ના કરો.

મિસ્ટ્રીમેન પર કંગનાએ તોડ્યું મૌન, લોકોને જણાવ્યું કે શું છે તેની સાથે સંબંધ

બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌતનું નામ એ એક્ટ્રેસિસની લિસ્ટમાં સામેલ છે, જે મોટા ભાગે કોઈક ને કોઈક કારણે ચર્ચામાં છવાયેલી રહી છે. ક્યારેક તે નીડર અંદાજના કારણે લાઇમલાઇટમાં રહે છે. તો ક્યારેક પોતાની ફિલ્મોમાં કારણે ચર્ચામાં છવાઈ રહે છે. જો કે, હાલમાં કંગના એક મિસ્ટ્રીમેનને લઈને લાઇમલાઇટમાં બનેલી છે. ગત દિવસોમાં કંગના રણૌત એક મિસ્ટ્રીમેન સાથે સ્પોટ થઈ હતી. આ દરમિયાન તે મિસ્ટ્રી મેનનો હાથ પકડીને સલૂન બહાર આવતી નજરે પડી હતી, તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

આ તસવીરો વાયરલ થયા બાદ લોકો કંગના રણૌતના ડેટિંગ રયુમર્સને લઈને ખૂબ અનુમાન લગાવ્યા હતા. તો હવે આ સમાચારો પર એક્ટ્રેસ કંગના રણૌતે મૌન તોડ્યું છે. કંગના રણૌતે હાલમાં જ મિસ્ટ્રીમેન સાથે પોતાના ડેટિંગ રયુમર્સના સમાચારો પર રીએક્શન આપતા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં એક્ટ્રેસે લખ્યું કે, 'મને મિસ્ટ્રીમેનને લઈને ઘણા બધા કોલ્સ અને મેસેજ આવી રહ્યા છે. જેની સાથે હું મોટા ભાગે સલૂન બહાર હેંગ આઉટ કરું છું.

આખું બોલિવુડ અને ફિલ્મી મીડિયા ફેન્ટેસીમાં ડૂબી ગયું છે. એક છોકરો અને છોકરી સેક્સુઅલ કારણો વિના રોડ પર સાથે ઘણા કારણે ફરી શકે છે. તેણે આગળ કહ્યું કે, જે સાથે કામ કરે છે, મિત્ર હોય શકે છે, કલીગ પણ હોય શકે છે, ભાઈ-બહેન પણ હોય શકે છે કે સિમ્પલી એક હેરસ્ટ્રાઇલિસ્ટ પણ હોય શકે છે જે વર્ષોથી સાથે કામ કરતો રહ્યો હોય અને મિત્ર બની ગયો હોય. કંગના રણૌતની આ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી હવે એન્ટરટેનમેન્ટ ન્યૂઝની દુનિયામાં છવાઈ છે.

તો કંગનાની આ પોસ્ટ બાદ એ લોકોના મોઢા પણ બંધ થઈ ગયા છે જે તેની ડેટિંગને લઈને જાત જાતની વાતો કરી રહ્યા હતા. તો કંગના રણૌતના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલદી જ પોતાની ફિલ્મ 'ઇમરજન્સી'માં નજરે પડવાની છે. જેમાં કંગના રણૌત ઇન્દિરા ગાંધીનો રોલ નિભાવી રહી છે. એ સિવાય 'સીતા ધ ઇનકારનેશન'ને લઈને પણ લાઇમલાઇટમાં છે.

Related Posts

Top News

વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર ટ્રેન્ડ આવતા રહે છે, જેમાં વિવિધ પડકારો આપવામાં આવે છે. જેમ કે ક્યારેક કસરતનો...
Lifestyle 
વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા આસીરગઢ કિલ્લામાં સોનાની શોધની અફવાઓએ સ્થાનિક લોકોને ખોદકામ કરવા માટે આકર્ષ્યા, જેની શરૂઆત એક બાંધકામ સ્થળે...
National 
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ટુર્નામેન્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પરિણામે, મોહમ્મદ રિઝવાનની આગેવાની...
Sports 
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

હાલમાં લોકોનું ધ્યાન ભગવાનના દર્શન કરવા પર છે, તેઓ સતત અયોધ્યા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, ભગવાન...
National 
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati