'સંતોષ' એક એવી ફિલ્મ જે ઓસ્કારમાં ગઈ, પણ ફિલ્મમાં એવું છે કે ભારતમાં લોકો નહીં જોઈ શકે

UK સ્થિત ફિલ્મ નિર્માતા સંધ્યા સૂરીએ સંતોષ નામની ફિલ્મ બનાવી. ભારતીય સમાજમાં પ્રવર્તતી જાતિવાદના કારણે થતા સડાને બહાર લાવતી ફિલ્મ. પોલીસ વિભાગના ક્રૂર ચહેરાને ઉજાગર કરતી ફિલ્મ. એક એવી ફિલ્મ જે દલિત મહિલાના સંઘર્ષને નવી રીતે રજુ કરે છે. આ ફિલ્મ બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ્સ (BAFTA)માં નામાંકિત થઈ છે અને 2025ના ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ થઈ છે. તેને ભારતમાં રિલીઝ થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેન્સર બોર્ડ (CBFC) અનુસાર, આ ફિલ્મમાં સ્ત્રીદ્વેષ અને જાતીય હિંસા સહિતના અત્યંત સંવેદનશીલ મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા છે. એડિટિંગ વિના, આ ફિલ્મ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ માટે યોગ્ય નથી.

Film-Santosh2
e24bollywood.com

બ્રિટિશ ભારતીય ફિલ્મ નિર્માતા સંધ્યા સૂરી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં શહાના ગોસ્વામી મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મ 2025ના ઓસ્કારમાં UKની સત્તાવાર એન્ટ્રી પણ હતી. તેને 2024ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી. પરંતુ ભારતીય દર્શકો આનાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. સેન્સર બોર્ડે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. શહાના ગોસ્વામીએ આ વિશે મીડિયા સૂત્રો સાથે વાત કરી. તેમણે કહ્યું, 'સેન્સર બોર્ડે નિર્માતાઓને લાંબા લાંબા સીન કાપવાની લાંબી યાદી આપી છે.' નિર્માતાઓ આ માટે સંમત ન થયા, કારણ કે આનાથી ફિલ્મનો મૂળ હેતુ જ મરી જશે. તેથી ભારતમાં તેના રિલીઝ થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એક મોટી મુશ્કેલી આવી ગઈ છે અને કદાચ આ ફિલ્મ ક્યારેય ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ નહીં થાય.'

મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં શહાનાએ જણાવ્યું કે, નિર્માતાઓએ સ્ક્રિપ્ટના રફ ડ્રાફ્ટ પર જ સેન્સર બોર્ડ પાસેથી મંજૂરી લીધી હતી. છતાં તે હજુ પણ તેના રીલીઝને અટકાવી રહ્યા છે. શહાનાએ કહ્યું, 'આ ખૂબ જ દુઃખદ છે કે, ફિલ્મ બનતા પહેલા જ સ્ક્રિપ્ટ સ્તરે જ સેન્સર બોર્ડની મંજૂરી લેવામાં આવી હતી. તેને પણ રિલીઝ માટે ઘણા ફેરફારોની જરૂર પડી રહી છે.'

સંધ્યા સૂરીએ પણ પોતાની ફિલ્મની રિલીઝ પરના પ્રતિબંધ વિશે વાત કરી અને કહ્યું, 'આ નિરાશાજનક અને હૃદયદ્રાવક છે. આ આપણા બધા માટે એક મોટો આઘાત છે. કારણ કે મને એવું નહોતું લાગ્યું કે આ મુદ્દાઓ ભારતીય પ્રેક્ષકો માટે નવા છે. એવું પણ નથી કે અમારી પહેલાં આ મુદ્દાઓ પર ફિલ્મો બની ન હતી અથવા આ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા ન હતા. સેન્સર બોર્ડે અમને એક યાદી આપી અને અમને અમારી ફિલ્મમાં તે ફેરફારો કરવા કહેવામાં આવ્યું.'

Film-Santosh3
hindi.theprint.in

કાનૂની પ્રતિબંધોને કારણે, સૂરી સેન્સર બોર્ડે જે દ્રશ્યો પર વાંધો ઉઠાવ્યો હતો તેનું વિગતવાર વર્ણન કરી શક્યા નહીં. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાપ એટલા લાંબા હતા કે, નિર્માતાઓને આપવામાં આવેલી યાદીના ઘણા બધા પાના હતા. સંધ્યા સૂરીએ આગળ કહ્યું, 'મારા માટે આ ફિલ્મ ભારતમાં રિલીઝ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હતું. તેથી જ મેં એ બધું જ કર્યું કે જે હું કરી શકતી હતી. પણ આટલા બધા કાપ પછી, ફિલ્મનો મૂળ હેતુ તો ભૂલી જાઓ, ફિલ્મ પોતે જ તેનો સાર ગુમાવી દે છે. મને નથી લાગતું કે મારી ફિલ્મમાં હિંસાને એટલી બધી વધારીને બતાવવામાં આવી છે, જેટલી પોલીસ પર બનેલી ઘણી પાછલી ફિલ્મોમાં આપવામાં આવી છે. મારી ફિલ્મમાં આવું કંઈ સનસનાટીભર્યું છે જ નહીં.'

સુરીએ તેમની ફિલ્મમાં કાપ મૂકવા માટે તૈયાર સેન્સરના ઇરાદા પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, 'કદાચ આ ફિલ્મમાં કંઈક એવું છે જે તેમના સિદ્ધાંતો સાથે સમાધાન કરનારાઓને નડતું હશે. આમાં અમે સડેલી અને ખાડે ગયેલી વ્યવસ્થામાં કોઈ બદમાશ પોલીસકર્મી બતાવ્યો નથી. મને લાગે છે કે આ જ વાત આ ફિલ્મને આ વિષય પર બનેલી અન્ય ભારતીય ફિલ્મોથી અલગ બનાવે છે. આ ફિલ્મ બોલિવૂડની પરિચિત શૈલી સાથે મેળ ખાતી નથી. આ વાસ્તવિકતા દર્શાવે છે. કદાચ આનાથી સેન્સર બોર્ડ અસ્વસ્થ થયું હશે.'

Film-Santosh1
ndtv.in

2021 પહેલા, ભારતમાં ફિલ્મ પ્રમાણપત્રની પ્રક્રિયા થોડી અલગ હતી. તે સમયે FCAT એટલે કે ફિલ્મ સર્ટિફિકેશન એપેલેટ ટ્રિબ્યુનલ નામનું એક સરકારી એકમ હતું. જો નિર્માતાઓને ફિલ્મમાં સેન્સર બોર્ડ દ્વારા સૂચવેલા કટ સામે કોઈ વાંધો હોય, તો તેઓ ટ્રિબ્યુનલ સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરતુ હતું. ત્યાં એ નક્કી થતું હતું કે સેન્સર બોર્ડ દ્વારા સૂચવેલા ફેરફારો ફિલ્મમાં કરવા જોઈએ કે નહીં, પરંતુ 2021માં સરકારે આ ટ્રિબ્યુનલને નાબૂદ કરી દીધી. આનો અર્થ એ થયો કે હવે સેન્સર બોર્ડે તમારી ફિલ્મમાં જે પણ ફેરફારો સૂચવ્યા છે, તે નિર્માતાઓએ કરવા જ પડશે. જો તેઓ આ સાથે સહમત ન થાય, તો તેમણે સેન્સર બોર્ડ સામે કોર્ટમાં જવું પડશે. સુરીએ એવો પણ સંકેત આપ્યો કે, તે આ લડાઈ લડતી રહેશે. જ્યાં સુધી તે આ ફિલ્મ ભારતીય દર્શકો સુધી પહોંચાડે નહીં. સંતોષે કહ્યું, 'અત્યાર સુધી મારું બધું કામ, મારી બધી ફિલ્મો ભારત વિશે જ રહી છે. એક ફિલ્મ નોસ્ટાલ્જિક હતી. બીજી સુંદર અને કામુક હતી. 'સંતોષ' ફિલ્મ ભારતનું બીજું એક પાસું દર્શાવે છે, જે ક્રૂર છે. પરંતુ દરેક દ્રશ્યમાં માનવતા દેખાડવામાં આવી છે.'

સંધ્યા સુરી દ્વારા લખાયેલ 'સંતોષ'ની વાર્તા ઉત્તર ભારતના એક કાલ્પનિક શહેરમાં બને છે. આમાં મુખ્ય પાત્ર એક વિધવા છે. તે પોલીસ દળમાં જોડાય છે. તેમને એક દલિત છોકરીના હત્યા કેસની જવાબદારી સોંપવામાં આવી છે. આ ફિલ્મમાં અસ્પૃશ્યતા, જાતીય હિંસા અને મુસ્લિમ વિરોધી વાતાવરણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ આજે પણ દલિત મહિલાઓને શું સહન કરવું પડે છે તે ખૂબ જ મજબુતીથી જણાવે છે. સંધ્યા સૂરીએ પોતાના કેટલાક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, તેમને આ ફિલ્મ બનાવવાની પ્રેરણા 2012માં દિલ્હીમાં થયેલા નિર્ભયા બળાત્કાર કેસ પછી મળી હતી. તેમણે આ ફિલ્મ ખૂબ જ મન દઈને તૈયાર કરી હતી. તેને વિશ્વભરના પ્રતિષ્ઠિત ફિલ્મ મહોત્સવોમાં મોકલવામાં આવી હતી. જ્યાં તેને ખૂબ પસંદ કરવામાં આવી. ખુબ સારા રિવ્યૂ મળ્યા. પરંતુ ભારતીય દર્શકો 'સંતોષ'થી વંચિત રહી જશે.

Related Posts

Top News

સાયકલ પર દૂધ વેચનારે 500 કરોડની કંપની ઉભી કરી દીધી આજે રોજનું 36 લાખ લીટર મિલ્ક વેચે છે

એક વ્યક્તિએ 20 વર્ષ સાયકલ પર ઘરે ઘરે દુધ વેચ્યું અને તે વખતે રોજનું 60 લીટર દુધ વેચતા આજે એ...
Business 
સાયકલ પર દૂધ વેચનારે 500 કરોડની કંપની ઉભી કરી દીધી આજે રોજનું 36 લાખ લીટર મિલ્ક વેચે છે

અધિકારી દરેક જિલ્લામાં રામાયણ પાઠ કરાવે-રામ નવમી પર માંસની દુકાન ન ખુલે, CM યોગીનો હુકમ

ઉત્તર પ્રદેશ સરકારે રામ નવમી એટલે કે 6 એપ્રિલના રોજ તમામ માંસની દુકાનો બંધ રાખવાના નિર્દેશો આપ્યા છે. આ ઉપરાંત...
National 
અધિકારી દરેક જિલ્લામાં રામાયણ પાઠ કરાવે-રામ નવમી પર માંસની દુકાન ન ખુલે, CM યોગીનો હુકમ

રત્નકલાકારો અચાનક સરકારની સાથે અને શેઠોની વિરુદ્ધમાં કેમ થઇ ગયા?

સુરતમાં 30 માર્ચ રવિવારે સવારે કતારગામ દરવાજાથી કાપોદ્રા સુધી રત્નકલાકારોની એક રેલી નિકળી અને શાંતિપૂર્ણ રીતે કોઇ પણ જાતની બબાલ...
Gujarat 
રત્નકલાકારો અચાનક સરકારની સાથે અને શેઠોની વિરુદ્ધમાં કેમ થઇ ગયા?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 31-03-2025 દિવસ: સોમવાર મેષ: જો તમારા હાથમાં મોટી રકમ આવશે તો તમારી ખુશીનો પાર રહેશે નહીં. પરિવારના કોઈ સભ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.