- Entertainment
- પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી
પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

પ્રભાસની આવનારી આગામી ફિલ્મોની યાદી લાંબી છે. ઘણી ફિલ્મો લાઇનમાં છે. જેમાં પહેલું નામ 'ધ રાજા સાબ' છે. તેનો પહેલો લુક થોડા દિવસ પહેલા જ આવ્યો હતો. જેમાં લોકોને પ્રભાસનો લુક ખૂબ ગમ્યો. હવે સમાચાર એ છે કે, મારુતિ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.
'ધ રાજા સાબ' એક હોરર-રોમેન્ટિક ફિલ્મ છે. પ્રભાસે આ પહેલા ક્યારેય આવી શૈલીમાં કામ કર્યું નથી. તેથી, આ ફિલ્મ ફક્ત તેમના માટે જ નહીં, પણ ચાહકો માટે પણ એક ખાસ ફિલ્મ હોત. થોડા દિવસો પહેલા કહેવામાં આવ્યું હતું કે, તે 10 એપ્રિલ 2025ના રોજ રિલીઝ થશે. પરંતુ હવે તેને આગળ વધારવાના સમાચાર છે.

મીડિયા સૂત્રોના રિપોર્ટ મુજબ, આ ફિલ્મનું ઘણું કામ હજુ બાકી છે. તેના કેટલાક ગીતો અને કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ સિક્વન્સનું શૂટિંગ હજુ બાકી છે. તાજેતરમાં, પ્રભાસ આ ફિલ્મના સેટ પર ઘાયલ થયો હતો. જેના કારણે તેમનું આખું શૂટિંગ શેડ્યૂલ ખોરવાઈ ગયું છે. આ કારણોસર, 'ધ રાજા સાબ' હવે સમયસર પૂર્ણ થઈ શકશે નહીં.

અહેવાલો અનુસાર, 'ધ રાજા સાબ'નો ક્લાઈમેક્સ સિક્વન્સ હજુ સુધી શૂટ થયો નથી. જેના શૂટિંગમાં સમય લાગશે. આ સિવાય પ્રભાસે અન્ય પ્રોજેક્ટ્સને પણ તારીખો આપી છે. જેમાં તે વ્યસ્ત રહેશે. તેથી, 'ધ રાજા સાબ'ના શૂટિંગમાં વધુ સમય લાગી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે હવે દિવાળી 2025ની આસપાસ રિલીઝ થશે. જેથી તે પ્રભાસની 'હનુ રાઘવપુડી' સ્ટારર ફિલ્મ 'ફૌજી' સાથે ટકરાય નહીં. 'ફૌજી' જાન્યુઆરી 2026માં રિલીઝ થવાની છે.

જોકે, 'ધ રાજા સાબ'ના નિર્માતાઓ દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પ્રભાસ તરફથી પણ આ વિશે કંઈ કહેવામાં આવ્યું ન હતું. તેથી KHABARCHHE.COM આ સમાચારની પુષ્ટિ કરતું નથી. બાય ધ વે, 'પુષ્પા 2'ને લઈને પણ મુલતવી રાખવાના આવા જ સમાચાર આવ્યા હતા. 2024માં, નિર્માતાઓએ જાહેરાત કરી કે આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે. પછી સમાચાર આવ્યા કે, તે મુલતવી રાખવામાં આવશે. પરંતુ નિર્માતાઓએ 'પુષ્પા 2' એક દિવસ વહેલા એટલે કે 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ કરી.
તેથી, 'ધ રાજા સાબ' માટે પણ, આપણે નિર્માતાઓની જાહેરાતની રાહ જોવી જોઈએ. જો કે, પ્રભાસની વાત કરીએ તો, આ સિવાય તે 'ફૌજી', 'સ્પિરિટ', 'સલાર 2' અને 'કલ્કી 2898 AD'ની સિક્વલમાં જોવા મળશે.
Related Posts
Top News
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો
Opinion
