- Entertainment
- આલિયા ભટ્ટના આ એથનિક વેર દરેક છોકરીને પસંદ આવે તેવા છે, તમે પણ જોઈ લો
આલિયા ભટ્ટના આ એથનિક વેર દરેક છોકરીને પસંદ આવે તેવા છે, તમે પણ જોઈ લો

લગ્નમાં ઘણી વિધીઓ હોય છે અને હવે દરેક વિધીના કપડાં અલગ હોય છે. થોડા સમયમાં ફરીથી લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે લગ્નના આઉટફીટની ખરીદી કરતા પહેલા યુવતીઓએ બોલિવુડમાં સૌની પસંદ કહી શકાય તેવી આલિયા ભટ્ટના એથનિક વેર પર ચોક્કસથી નજર મારવા જેવી છે. સૌ કોઈ યુવતીઓને પસંદ આવી શકે છે તેના આ પરંપરાગત કપડાં. તો ચાલો જોઈ લઈએ આલિયા ભટ્ટના કેટલાંક બેસ્ટ એથનિક આઉટફીટ્સ.
ફેશન ડિઝાઈનર અબુ જાની ખોસલાના ગોલ્ડ સિલ્વર લહેંગામાં આલિયા ઘણી સુંદર લાગી રહી છે. તેની સાથે આલિયાએ લાઈટ જ્વેલરી અને લાઈટ મેકઅપ કર્યો છે. જો તમે પણ ટ્રેડિશનલ લુકથી થોડું હટીને દેખાવા માગતી હોવ તો આલિયાનો આ લુક ચોક્કસથી ટ્રાય કરી શકો છો. તમે લોકોમાં સૌથી પહેલા નજરે ચડશો.
આ સાથે બોલિવુડના જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની પસંદગીની અભિનેત્રીમાંની એક અભિનેત્રી એવી આલિયા ભટ્ટ તેના પીંક કલરના લહેંગામાં એકદમ પ્રીટી લાગી રહી છે. લાઈટ કલર પસંદ કરતા લોકો માટે આ લુક જરૂરથી ટ્રાય કરવા જેવો છે. આ કલરની સાથે તમે મેચિંગ જ્વેલરી અને લાઈટ મેકઅપ કરી શકો છો.
જો તમે કલર સાથે એક્સપરિમેન્ટ કરવા માગતા હોવ તો બ્લૂ કલરનો વર્કવાળો લહેંગા ચોલી પહેરી શકો છો. બેકલેસ બ્લાઉઝ સાથે આ લહેંગો ઘણો સ્ટાઈલિશ લાગશે. તેની સાથે તમે માત્ર ઈયરિંગ્સ પહેરીને તમારો લુક કમ્પલીટ કરી શકો છો.
હાલમાં શરારાની ફેશન ઘણી ચાલી રહી છે. થોડા વર્ષો પહેલા પણ શરારાની ફેશન જોવા મળી હતી, જેમાં થોડા ચેન્જ સાથે અત્યારે તે ઈન ડિમાન્ડમાં છે. તમે તમારા સંગીત માટે આ શરારા ડ્રેસની પસંદગી કરી શકો છો. આલિયાએ લાલ કલરના વેલવેટના શરારા સાથે શોર્ટ કુર્તી પહેરી છે. અને તેની સાથએ ઓર્ગેન્ઝા દુપટ્ટો તમારા લુકમાં ચાર ચાંદ લગાવી દેશે. પ્રિ-વેડિંગ ફંક્શન માટે આ પરફેક્ટ આઉટફીટ છે.
આજકાલ લગ્નમાં પીઠીનું ફંક્શન હોય તો .યલો કલર અને સંગીતમાં પણ એક કલરની થીમ પસંદ કરવામાં આવે છે. તો પીઠીની રસમમાં તમે યલો કલરનો આ ડ્રેસ પહેરીને સેન્ટર ઓફ અટ્રેક્શન બની શકો છો.
મોટેભાગે દુલ્હન લગ્નમાં લાલ કલરના લહેંગા પહેરતી હોય છે પરંતુ જો તમારે કંઈક અલગ કલર પહેરવો હોય તો તમે આ ગ્રે કલરના લહેંગા ચોલી પહેરીને કંઈક અલગ ટ્રાય કરી શકો છો. પોતાના લગ્નમાં કંઈક અલગ પહેરવાથી તમે વર્ષો સુધી લોકોને યાદ રહેશો. બ્રાઈડલની બહેન અથવા બ્રાઈડમેડ્સ પણ આ પ્રકારના આઉટફીટ પોતાના માટે પસંદ કરી શકે છે.
Related Posts
Top News
ફાઇઝર કોવિડ રસી ઉતાવળમાં લોન્ચ કરી, તેની અસર પ્રજનન ક્ષમતા પર પડી: ડૉ. નાઓમી વોલ્ફ
ભારત એક મજબૂત રાષ્ટ્ર બની ગયું છે, આપણા PM વિશ્વના સૌથી અગ્રણી નેતામાં આવે છે: ઉપરાષ્ટ્રપતિ
ચૈત્રી નવરાત્રિ 2025: કળશ સ્થાપનાનો સમય, મુહૂર્ત અને પૂજા વિધિ
Opinion
