- Fashion & Beauty
- Gucciએ આ કૂર્તીની કિંમત લગાવી 2.5 લાખ, લોકો બોલ્યા 250 રૂપિયામાં મળે
Gucciએ આ કૂર્તીની કિંમત લગાવી 2.5 લાખ, લોકો બોલ્યા 250 રૂપિયામાં મળે

ડેઈલી વેરમાં આપણે ત્યાં મોટેભાગે મહિલાઓ હવે સાડીને બગલે કુર્તી પહેરવાનું પસંદ કરવા લાગી છે. કારણ કે આ ટ્રેડિશનલ હોવાની સાથે સાથે કમ્ફર્ટેબલ આઉટફીટ હોય છે. આમ તો ઘણી ફેમસ બ્રાન્ડની મોંઘી કુર્તીઓ તમે ખરીદી હશે પરંતુ શું તમે ક્યારેય 2.5 લાખની કુર્તી ખરીદી છે. હા, આ વાત સાંભળવામાં અજીબ લાગી રહી છે પરંતુ આ સાચું છે. હાલમાં જ ટ્વિટર યુઝરે Gucciની વેબસાઈટથી કુર્તીનો સ્ક્રીનશોટ લઈને ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું છે કે લક્ઝરી ફેશન હાઉસ Gucci એક એવી કુર્તી વેચી રહી છે જે 2.5 લાખ રૂપિયાની છે.
Gucci selling an Indian kurta for 2.5 lakhs ? I'll get the same thing for 500 bucks ? pic.twitter.com/Opw2mO5xnV
— nalayak (@samisjobless) June 1, 2021
Ya girl just made it to a news article ???
— nalayak (@samisjobless) June 3, 2021
https://t.co/IAJ8MkoklH
દેશી ટ્વિટર પર આ પોસ્ટ બરાબરની વાયરલ થઈ રહી છે. જેની પર ઘણા યુઝર્સે અલગ અલગ કોમેન્ટ કરી છે. તો ચાલો જાણી લઈએ લોકોએ શું પ્રતિક્રિયા આપી છે. એક ખાસ ટ્વિટર યુઝરે Gucciની વેબસાઈટથી કુર્તીનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું- Gucci 2.5 લાખમાં એક ઈન્ડિયન કુર્તી વેચી રહ્યું છે. હું આ કુર્તી 500 રૂપિયામાં લાવી શકું છું. આ કુર્તીને લઈને લોકો ટ્વિટર પર સતત મજેદાર ટ્વીટ કરી રહ્યા છે.
Sarojini Nagar se 250rs Mai milega dost.
— Shivleen (@shivleenk11) June 2, 2021
ye mein parso somwar bazaar mein dekha tha
— Sunny⊃2;⁸ is going to marry Nisa | Happy Pride?️? (@tommoismysun_) June 2, 2021
Gucciની વેબસાઈટ પર જે કુર્તીની વાત થઈ રહી છે તે અસલમાં ફ્લોરલ એમ્બ્રોઈડરી ઓર્ગેનિક લિનન કફ્તાન છે, જેને કંપની કફ્તાની કુર્તી પણ કહી રહી છે. વેબસાઈટ પર તેની કિંમત 3500 અમેરિકન ડોલર એટલે કે લગભગ 255878 રૂપિયા છે. આ એક ઓફ-વ્હાઈટ કુર્તી છે જેમાં ફૂલોની કઢાઈ સાથે સાથે સ્લીવ્સ પર પેચવર્ક પણ છે. ટ્વિટર પર પોસ્ટના વાયરલ થતા જ, દેશી સોશિયલ મીડિયા યુઝર્સે ઈટલીના ફ્લોરેન્સ સ્થિત લક્ઝરી ફેશન હાઉસ દ્વારા બનાવવામાં આવેલી આ કુર્તીની કિંમત અંગે પોતાના વિચારો શેર કરવાના શરૂ કરી દીધા છે.
Meri ma ise ₹100 me sila dengi??
— ? (@DIRECTI37483063) June 2, 2021
Proper bargaining ke baad na... you'd buy it for less than 250???
— Eirene (@_Dhairya123) June 2, 2021
એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે- હું આ કુર્તી માટે 150 રૂપિયાથી એક રૂપિયો પણ વધારે નહીં આપું. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે- સરજોની નગરમાં 250 રૂપિયામાં મળી જશે દોસ્ત. જણાવી દઈએ કે સરોજની નગર દિલ્હીના સૌથી લોકપ્રિય માર્કેટમાંનું એક છે. અહીં અલગ અલગ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બ્રાન્ડોના શોરૂમ આવેલા છે. જોકે માર્કેટની શરૂઆત રસ્તાને કિનારે લાગેલી દુકાનોથી થાય છે. આ દુકાનોમાં કપડાં, જૂતા અને ઘણી પ્રકારની ફેશન એસેસરીઝ મળે છે.
Related Posts
Top News
ફાઇઝર કોવિડ રસી ઉતાવળમાં લોન્ચ કરી, તેની અસર પ્રજનન ક્ષમતા પર પડી: ડૉ. નાઓમી વોલ્ફ
ભારત એક મજબૂત રાષ્ટ્ર બની ગયું છે, આપણા PM વિશ્વના સૌથી અગ્રણી નેતામાં આવે છે: ઉપરાષ્ટ્રપતિ
ચૈત્રી નવરાત્રિ 2025: કળશ સ્થાપનાનો સમય, મુહૂર્ત અને પૂજા વિધિ
Opinion
