ગુજરાતમાં ન્યૂઝરીચ લોકલ ન્યુઝ કોમ્યુનિટી પ્રોગ્રામના પ્રથમ તબક્કાનો પ્રારંભ

ગુજરાતના અમદાવાદની ન્યૂઝરીચ મીડીયાટેક કંપની દેશભરના પબ્લિશરો માટે ધમાકેદાર પ્રોગ્રામ લાવ્યું છે. આ પ્રોગ્રામ થકી દેશભરના નાના અને મધ્યમ સ્તરીય પબ્લિશરો જે ડિજિટલ વર્લ્ડમાં આગળ વધવા માંગે છે તેમને લોકલ મીડિયા કોમ્યુનિટી પ્રોગ્રામ અંતર્ગત રૂ. 1 કરોડની નાણાકીય સહાય અને ટેક્નિકલ મદદ પુરી પાડશે. આ પ્રોગ્રામને સ્પોન્સર પણ એક પ્રીમિયમ ગુજરાતી કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Oho ગુજરાતી અને સુપરસીટી લાઇફસ્ટાઇલ કરી રહ્યું છે.

ન્યૂઝરીચ કંપની શરૂઆત 2020થી થઇ છે અને દેશભરના હજારો પત્રકાર, જર્નાલિસ્ટ અને મીડિયા પબ્લિશરોને આગળ વધારવા માટે અને તેમના પ્લેટફોર્મને ડિજિટાઇઝ અને મોનીટાઈઝ કરવા માટે કાર્યરત છે. આ ઉપરાંત જે લોકો મીડિયા ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે અને તેમની સાથે જોડાઈને તેમને પ્રોત્સાહિત કરવા માટે મદદ કરી રહી છે.

મીડિયા ક્ષેત્રે મળેલી ઉપલબ્ધીઓ:

ન્યૂઝરીચનું નામ હાલ ગુજરાત અને દેશભરમાં જાણીતું બન્યું છે કારણ કે દેશભરના 2000થી વધુ રિપોર્ટરો, સ્ટ્રીંગરો અને પત્રકારો સાથે મળીને તેમને આગળ લાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. આ ઉપરાંત નાના અને મધ્યમ લેવલના પબ્લિશરો સાથે જોડાઈને તેમના પ્લેટફોર્મને ઓનલાઇન લાવવા માટે ડિજિટાઇઝ અને આવક કઈ રીતે મેળવી શકે તે માટે મોનિટાઇઝ કરવા માટે કાર્યરત છે. અત્યાર સુધીમાં ન્યૂઝરીચએ દેશભરના 3000થી વધુ પબ્લિશરો સાથે મળીને કામ કરી રહ્યું છે. તેમજ મીડિયામાં પત્રકારો અને પબ્લિકેશન હાઉસ વચ્ચેના ગેપને ઘટાડવા માટે પણ પ્રયાસ કરી રહ્યું છે.

હાલ દેશભરના કન્ટેન્ટ ક્રિએટરોને પોતાન મહેનતથી ફિલ્ડ વર્ક અને રિસર્ચ દ્વારા કોન્ટેન્ટ આર્ટિક્સલ તૈયાર કરતા હોય છે. પરંતુ, તેમને પૂરતું પ્લેટફોર્મ ન મળવાને કારણે મીડિયા હાઉસ સાથે જોડાવું મુશ્કેલ બને છે. તેમજ તેમને પૂરતી ઈન્ક્મ પણ નથી મળતી હોતી તેમજ આજના કોપીરાઈટના જમાનામાં ઓરીજનલ કન્ટેન્ટ લાવવો પબ્લિકેશન હાઉસ માટે પણ મુશ્કેલ હોય છે તેવામાં ન્યૂઝરિચ દ્વારા માર્કેટપ્લેસ લોન્ચ કરી અને આ ગેપને દૂર કરવા માટે ઉમદા પ્રયાસ કર્યો છે. અહીંથી ડાયરેક્ટ કન્ટેન્ટ ક્રિએટર પોતાના કન્ટેન્ટને લાયસંસ કરીને પબ્લીશર સુધી પહોંચાડી શકશે.

શું છે લોકલ ન્યુઝ કોમ્યુનિટી પ્રોગ્રામ અને કોને મળશે ફાયદો?

લોકલ ન્યુઝ કોમ્યુનિટી પ્રોગ્રામએ સ્થાનીય ભાષાના લોકલ પબ્લિશરોને સશક્ત અને મજબૂત કરવા તેમજ ઓનલાઇન પ્લેટફોર્મ થકી પ્રોત્સાહિત કરવા માટે ન્યૂઝરીચ લાવી રહ્યું છે. આ કાર્યક્રમ 24 મહિનાઓના સમયગાળા 10 જેટલા તબક્કામાં યોજાવા જઈ રહ્યો છે.જેમાં ગુજરાતના પબ્લિશરોને પ્રથમ તબક્કામાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. આ પ્રોગ્રામમાં જોડાનાર પબ્લિશરોને 5 લાખની રોકડ સહાય, 3.5 લાખનો માર્કેટપ્લેસ કોન્ટેન્ટ અને 1.5 લાખની એડ્વર્ટાઇઝ દ્વારા તેમના પ્લેટફોર્મને આગળ વધારવા માટે કામ તત્પરતા દર્શાવી રહ્યું છે.

ક્યારથી શરૂ થયો કાર્યક્રમ?

આ પ્રોગ્રામમાં જોડાવવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ 2022 છે તેમજ સહભાગીઓની જાહેરાત 10 જુલાઈ 2022ના રોજ કરવામાં આવશે તેમજ માર્ગદર્શન માટે વર્કશોપ પણ 15 જુલાઈથી શરૂ થશે અને આ વર્કશોપમાં સક્રિય પણે ભાગ 30 અંતિમ અરજદારોની પસંદગી અમારા દ્વારા કરાશે અને તેમને 30 જુલાઈ પછી રોકડ રકમ તેમજ અન્ય પુરસ્કારો આપવામાં આવશે તેમજ વધુ માહિતી માટે તમે અમારી વેબસાઈટ - community.newsreach.in પર જઈ વધુ માહિતી મેળવી શકો છો. આ કંપનીના સીઈઓ દર્શન શાહએ કહ્યું કે,અમારો મુખ્ય એજન્ડા નાના અને મધ્યમ પબ્લિશરો અને પત્રકારોના વિકાસનો છે તેઓ આગળ વધે તેવું અમે ઈચ્છી રહ્યા છીએ.તો ગુજરાતના પબ્લિશરોને પણ આ પ્રોગ્રામમાં જોડાવા અમે આમંત્રણ આપીએ છીએ.

Top News

અશ્વિન YouTube ચેનલને લઈ મુશ્કેલીમાં, વિવાદ વધતા CSKનું કવરેજ નહીં કરવાનો નિર્ણય લીધો

IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું નથી. ટીમે 4 મેચ રમી છે...
Sports 
અશ્વિન YouTube ચેનલને લઈ મુશ્કેલીમાં, વિવાદ વધતા CSKનું કવરેજ નહીં કરવાનો નિર્ણય લીધો

હીટવેવથી બાળકોને બચાવવા શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને આ સૂચના આપી

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી આકરી ગરમી પડી રહી  છે, હીટવેવની સ્થિતિ છે. ભયંકર ગરમી અને લૂથી લોકો પરેશાન છે....
Education 
હીટવેવથી બાળકોને બચાવવા શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને આ સૂચના આપી

બુલડોઝર નીતિનો ગુજરાત ભાજપના જ નેતાએ વિરોધ કર્યો

અસામાજિક તત્વાનો ઘરો પર બુલડોઝર ફેરવીને પરિવારોને બેઘર કરી દેવાની નીતિ સામે ગુજરાત ભાજપના જ એક દિગ્ગજ નેતાએ સવાલ ઉઠાવ્યો...
Gujarat 
બુલડોઝર નીતિનો ગુજરાત ભાજપના જ નેતાએ વિરોધ કર્યો

નીચે જતા બજારમાં શું કરવું જોઈએ? રોકાણના ધોવાણને કેવી રીતે અટકાવવું? જાણો સમસ્યાનો ઉકેલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાના વેપાર ભાગીદારો પર આકરા સમાન પ્રકારના ટેરિફને કારણે વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો થયો છે....
Business 
નીચે જતા બજારમાં શું કરવું જોઈએ? રોકાણના ધોવાણને કેવી રીતે અટકાવવું? જાણો સમસ્યાનો ઉકેલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.