ગુજરાતની મહિલાઓએ છેલ્લા 20 વર્ષમાં પુરુષોને એક મામલે હરાવી દીધા

ગુજરાતમાં આરોગ્યની સુવિધા સુધરતાં અને મેડીકલમાં નવી ટેકનોલોજીનો સમન્વય કરતાં લોકોનું આયુષ્ય સુધર્યું છે. છેલ્લા 20 વર્ષમાં આયુષ્યમાં ચોંકાવનારો વધારો થયો છે. છેલ્લા આરોગ્ય સર્વે રિપોર્ટ પ્રમાણે પુરૂષ કરતાં મહિલાના આયુષ્યમાં વધારો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગે પુરૂષનું આયુષ્ય 70.7 વર્ષનું નિયત કર્યું છે જ્યારે મહિલાનું આયુષ્ય 73.7 દર્શાવ્યું છે.

એક સમય હતો જ્યારે મહિલાના આયુષ્ય કરતાં પુરૂષનું આયુષ્ય વધારે જોવા મળતું હતું પરંતુ 20 વર્ષમાં મોટો બદલાવ આવ્યો છે. 2011 થી 2015 સુધીમાં પુરૂષના આયુષ્યમાં બે વર્ષનો અને મહિલાના આયુષ્યમાં 1.5 વર્ષનો વધારો જોવા મળ્યો હતો.

રાજ્યના આરોગ્યના માપદંડના આધારે 2016 થી 2020ના ગાળા દરમ્યાન પુરૂષનું આયુષ્ય 70.7 અને મહિલાનું આયુષ્ય 73.7 નિયત કરવામાં આવ્યું છે, એટલે કે 10 વર્ષમાં પુરૂષના આયુષ્યમાં ત્રણ વર્ષ અને મહિલાના આયુષ્યમાં બે વર્ષનો વધારો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગનો દાવો છે કે એકમાત્ર ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં આરોગ્ય સેવાઓમાં 100 ટકા કવરેજ પ્રાપ્ત થાય છે.

ગુજરાતમાં 366 સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 1425 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ 9063 જેટલા પેટાકેન્દ્રો આવેલા છે જે ગ્રામ્ય વિસ્તારમાં ફેલાયેલા છે. આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે પહેલાં પાણીજન્ય રોગ જેવાં કે ટાઇફોઇડ, કોલેરા, કમળો અને ઝાડા-ઉલ્ટીના કારણે દર્દીના મોતનો આંકડો વધતો હતો પરંતુ હવે દર્દીનું મોત થતું નથી.

Top News

WhatsAppમાં વોઇસ અને વીડિયો કોલ માટે આવ્યા 3 નવા ફીચર્સ

WhatsApp દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. ચેટિંગથી લઈને, વોઇસ કોલિંગ અને વીડિયો કોલિંગ માટે તેનો ઉપયોગ...
Tech & Auto 
WhatsAppમાં વોઇસ અને વીડિયો કોલ માટે આવ્યા 3 નવા ફીચર્સ

શું રાજ્યની સરકાર વક્ફ એક્ટને લાગુ કરવાની ના પાડી શકે છે? જાણો બંધારણ શું કહે છે?

વકફ સુધારા બિલ સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે. આ કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. હવે વકફ...
National 
શું રાજ્યની સરકાર વક્ફ એક્ટને લાગુ કરવાની ના પાડી શકે છે? જાણો બંધારણ શું કહે છે?

આખા અમેરિકામાં ટ્રમ્પ-મસ્કનો કેમ થઇ રહ્યો છે વિરોધ, હજારો લોકો રસ્તા પર શું માંગ કરી રહ્યા છે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની નીતિઓ અને તાજેતરમાં લાદવામાં આવેલા ટેરિફને કારણે પોતાના જ દેશમાં ઘેરાયેલા છે. શનિવારે, ટ્રમ્પ...
World 
આખા અમેરિકામાં ટ્રમ્પ-મસ્કનો કેમ થઇ રહ્યો છે વિરોધ, હજારો લોકો રસ્તા પર શું માંગ કરી રહ્યા છે?

ધોનીએ તેની નિવૃત્તિ યોજના જાહેર કરતા કહ્યું- 'આ હું નક્કી નથી કરી રહ્યો...'

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને IPLમાં CSK માટે 5 ટ્રોફી જીતનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની. IPL 2025 સીઝનની શરૂઆતથી...
Sports 
ધોનીએ તેની નિવૃત્તિ યોજના જાહેર કરતા કહ્યું- 'આ હું નક્કી નથી કરી રહ્યો...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.