વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેટલા તૈયાર? શું ગુજરાત કોંગ્રેસમાં 'સફાઈ' થશે?

લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ તાજેતરમાં ગુજરાતની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસમાં એક જૂથ છે જે એકસાથે મળેલું છે. તેમણે કહ્યું હતું કે, આવી સ્થિતિમાં 20-30 લોકોને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવવાની જરૂર છે. રાહુલના આ નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે કે રાહુલ કોની સામે નારાજ છે?

આવી સ્થિતિમાં, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિ સિંહ ગોહિલનું આગળનું પગલું શું હશે તેના પર બધાની નજર છે. મીડિયા સૂત્રો સાથેની મુલાકાતમાં કોંગ્રેસના નેતા ગોહિલે કહ્યું કે, રાહુલ ગાંધીએ કાર્યકરો સાથે વાત કરી હતી, જેમાં ઘણા નેતાઓની ખામીઓ બહાર આવી હતી. કેટલાક કાર્યકર્તાઓએ તેમની વિરુદ્ધ પણ ફરિયાદ કરી હતી.

Shakti Singh Gohil
navbharattimes.indiatimes.com

શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાત કોંગ્રેસના ઘણા કાર્યકરોએ એવી પ્રતિક્રિયા આપી હતી કે, કેટલાક નેતાઓના BJP સાથે વધુ ગાઢ સબંધો બની ગયા છે. તેમણે કહ્યું કે, કોઈ એક્સ-રે દ્વારા પણ કહી નથી શકતું કે કોઈના દિલ કે દિમાગમાં શું ચાલી રહ્યું છે. ગોહિલે કહ્યું કે, રાહુલજીએ આ કહ્યું છે તો, અમારે આ મુદ્દાને એકદમ નજીકથી જોવો પડશે.

જ્યારે, ગુજરાત કોંગ્રેસ પ્રમુખમાં પરિવર્તનના સવાલ પર, તેમણે કહ્યું કે, તે બધું પાર્ટીના હાથમાં છે અને તેઓ ફક્ત પાર્ટીના સૈનિક છે. શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે, જ્યારે મને બિહારની જવાબદારી સોંપવામાં આવી ત્યારે બધાએ કહ્યું કે તે એક મુશ્કેલ રાજ્ય છે અને મને તેની સજા મળી છે, પરંતુ પાર્ટીના સૈનિક હોવાને કારણે મને મારી ભૂમિકા પસંદ કરવાનો અધિકાર નથી.

ગુજરાતમાં BJPને હરાવવાના સવાલ પર તેમણે કહ્યું કે, 1990થી અત્યાર સુધી હું જે પણ ચૂંટણીઓ જીત્યો છું અને હાર્યો છું, તેમાંથી મેં ઘણું શીખ્યું છે કે BJP અને મોદી (PM નરેન્દ્ર મોદી) સામે જીતવા માટે શું કરવું જોઈએ. દરેક ચૂંટણી પરિવર્તનની માંગ કરે છે. વસ્તુઓને બદલવાની જરૂર છે અને અમે તે કરી રહ્યા છીએ. 2027 જીતવા માટે, અમારે અમારી શક્તિઓ પર કામ કરવાની અને નબળાઈઓને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

Shakti Singh Gohil
navbharattimes.indiatimes.com

કોંગ્રેસના નેતાઓના BJPમાં જોડાવા અંગે શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે, કોઈ નેતા ગમે તેટલો મોટો હીરો હોય, તેની વિચારધારા બદલાતા જ તે શૂન્ય બની જાય છે. તેને વ્યક્તિગત રીતે તો ફાયદો થઈ શકે છે પરંતુ જનતાની નજરમાં તેઓ શૂન્ય બની જાય છે. આવા લોકોના જવાથી પાર્ટીને કોઈ નુકસાન થતું નથી. મોટાભાગના નેતાઓએ 2017માં પાર્ટી છોડી દીધી હતી અને તે પછી યોજાયેલી ચૂંટણીઓમાં શ્રેષ્ઠ પરિણામો આવ્યા હતા.

કોંગ્રેસ નેતા ગોહિલે કહ્યું કે, 2017માં કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીમાં BJPને હરાવ્યું હતું અને સંદેશ આપ્યો હતો કે PM મોદી-શાહને હરાવી શકાય છે. આ પછી રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી. અમે અમારા સકારાત્મક મુદ્દાઓ અને BJPની નિષ્ફળતાઓ પર પ્રચાર કર્યો અને તેના પરિણામો મોટાભાગે સકારાત્મક રહ્યા. તેમણે કહ્યું કે દરેક ચૂંટણી તમને કંઈક શીખવે છે.

Related Posts

Top News

થલાપતિ વિજયના બાઉન્સરે રેમ્પ પરથી ઉઠાવીને ફેનને ફેંક્યો, વીડિયો વાયરલ

સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની અધ્યક્ષતામાં 21 ઑગસ્ટના રોજ   તેમની પાર્ટી તમિલગા વેતરી ષગમ (TVK)ની બીજી રાજ્ય પરિષદનું આયોજન...
Entertainment 
થલાપતિ વિજયના બાઉન્સરે રેમ્પ પરથી ઉઠાવીને ફેનને ફેંક્યો, વીડિયો વાયરલ

સંભલની ડેમોગ્રાફી પર ચોંકાવનારો રિપોર્ટ, માત્ર 15 ટકા જ હિન્દુ બચ્યા છે

ઉત્તર પ્રદેશના સંભલની ડેમોગ્રાફીને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ, સંભલમાં માત્ર 15 ટકા હિન્દુઓ બચ્યા...
National 
સંભલની ડેમોગ્રાફી પર ચોંકાવનારો રિપોર્ટ, માત્ર 15 ટકા જ હિન્દુ બચ્યા છે

શમીએ એનર્જી ડ્રિંક વિવાદ પર સ્પષ્ટતા કરતા કહ્યું, 'દેશ માટે બધું જ કુરબાન...' ટ્રોલર્સને આપ્યો જવાબ!

અનુભવી ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયામાં પરત ફરવા પર નજર રાખી રહ્યો છે. શમી સંપૂર્ણપણે ફિટ ન હોવાને...
Sports 
શમીએ એનર્જી ડ્રિંક વિવાદ પર સ્પષ્ટતા કરતા કહ્યું, 'દેશ માટે બધું જ કુરબાન...' ટ્રોલર્સને આપ્યો જવાબ!

શું BJP માટે બધુ સંઘ જ નક્કી કરે છે? જાણો RSS વડા મોહન ભાગવતે શું આપ્યો જવાબ

RSS વડા મોહન ભાગવતને પૂછવામાં આવ્યું કે, શું સંઘ BJPમાં બધું નક્કી કરે છે. શું સંઘ પોતે જ ...
National 
શું BJP માટે બધુ સંઘ જ નક્કી કરે છે? જાણો RSS વડા મોહન ભાગવતે શું આપ્યો જવાબ
Copyright (c) Khabarchhe All Rights Reserved.