12000ના પગારે નોકરી કરતા ઈડરના યુવક પાસે ITએ 115 કરોડ રૂપિયાનો હિસાબ માગ્યો

થોડા દિવસ અગાઉ અમદાવાદમાં 12000 રૂપિયાના પગારે નોકરી કરનાર ઈડરના રતનપુર ગામના યુવકને આવકવેરા વિભાગે નોટિસ ફટકારીને તેના નામે થયેલા 36 કરોડનો હિસાબ રજૂ કરવા જણાવ્યું હતું. હવે આવું જ કંઇક ગીર સોમનાથના કોડિનારમાં રહેતા એક યુવક સાથે પણ થયું છે.

આસિફભાઈ મહમ્મદભાઈ શેખ નામનો યુવક ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં રહે છે અને એક રેસ્ટોરાંમાં કામ કરે છે. રેસ્ટોરાંમાં કામ કરવા બદલ તેને મહિને 10,000 રૂપિયાનો પગાર મેળે છે, પરંતુ હવે તેને આવકવેરા વિભાગે 3 નોટિસ આપીને તેના નામે થયેલા 115 રૂપિયા કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કરવા કહ્યું છે. 10,000 રૂપિયા મહિને કમાતા આ શખ્સને આટલા બધા કરોડનો ખુલાસો કરવા કહેતા તેના હાથ-પગ ફૂલી ગયા છે.

asif2
divyabhaskar.co.in

આસિફે કહ્યું કે, તે પોતે અશિક્ષિત છે અને તેણે ક્યારેય 2 લાખ રૂપિયા પણ જોયા નથી. જ્યારે નોટિસ મળી ત્યારે તેના બેન્ક એકાઉન્ટમાં માત્ર 475 રૂપિયા હતા. આસિફે આ મામલે કોડિનાર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. આ મામલે નોટિસ આપવામાં આવકવેરા વિભાગની કોઇ ભૂલ થઇ છે કે પછી કોઈ મોટી છેતરપિંડીનું કૌભાંડ છે, તેને લઇને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. આ સમગ્ર મામલે એક અખબાર દ્વારા વિભાગના અધિકારી સાથે વાતચીત કરવામાં આવી હતી, જેમાં તેમણે બિનસત્તાવાર નિવેદન આપતા કહ્યું હતું કે આ યુવકના પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેના નામે કોઈએ નાણાકીય વ્યવહારો કરાયા હોઈ શકે છે અને તેની સાથે ફ્રોડ થયું હોઈ શકે છે. બીજી તરફ આ મામલે એક મહત્ત્વપૂર્ણ વાત એ પણ સામે આવી છે કે આસિફ મહમ્મદ શેખના પાન કાર્ડ નંબર પર થયેલા આર્થિક વ્યવહારને આધારે વેરાવળ ઇનકમટેક્સ વિભાગે આ નોટિસ ફટકારી છે.

થોડા દિવસ અગાઉ જ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રતનપુર ગામે ઇન્દિરા આવાસ યોજનાથી બનેલા ઘરમાં રહેતા પરિવારને IT વિભાગે 36 કરોડનો હિસાબ આપવાની નોટીસ ફટકારી હતી, જેને કારણે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો. યુવકે નોટીસ જ આવતા ગામના વડીલોને બતાવ્યા બાદ પોલીસ સ્ટેશન, સાયબર પોલીસ સ્ટેશન અને IT વિભાગમાં પણ ગયો, પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નહોતું. આ યુવક મહિને 12,000 રૂપિયાના પગાર પર નોકરી કરે છે.

asif3
divyabhaskar.co.in

 

આવા છેતરપિંડીના ઘણી ઘટના સામે આવી રહી છે તો તમારે પણ પાનકાર્ડનો ઉપયોગ સંભાળીને કરવો જોઇએ અને બિનજરૂરી અને અજાણ્યા ઇસમો સાથે પાન કાર્ડ કે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો શેર કરતા બચો કેમ કે આધાર કાર્ડની જેમ પાન કાર્ડ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. તો લોકોએ પોતાના પાન કાર્ડની પણ ગુપ્તતા જાળવવી જોઈએ.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.