ગુજરાતમાં યુવાનો હવે ચાલતી ગાડીમાં જ ડ્રગ્સ અને દારૂની મહેફિલો માણે છે

On

આપણું ગુજરાત જે  સંસ્કૃતિ, ઉદ્યોગ અને શાંતિ માટે જાણીતું છે આજે એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. દારૂબંધીની નીતિ હોવા છતાં આપણા રાજ્યમાં દારૂનું સેવન ઘટવાને બદલે વધી રહ્યું છે અને હવે તેની સાથે ડ્રગ્સનો ઉપયોગ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ખાસ કરીને યુવાનોમાં આ બંને નશીલા પદાર્થોની લત એક ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. આજકાલના યુવાનો ચાલતી ગાડીઓમાં દારૂ અને ડ્રગ્સની મહેફિલો માણવા માંડ્યા છે જેના પરિણામે ડ્રિંક એન્ડ ડ્રાઈવથી થતી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી ઘટનાઓમાં નિર્દોષ લોકોના જીવ જાય છે, પરિવારો ઉજડી જાય છે.

ગુજરાત પોલીસ આ બંને સમસ્યાઓ સામે લડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. દારૂની હેરફેર અને વેચાણ સામે કડક પગલાં લેવાય છે અને હવે ડ્રગ્સના વધતા પ્રભાવને રોકવા માટે પણ તેઓ સક્રિય થયા છે. પરંતુ પોલીસના આ પ્રયાસો ત્યારે જ સફળ થઈ શકે જ્યારે સમાજના દરેક નાગરિક આ લડતમાં તેમનો સહયોગ આપે. યુવાનોનું આ ખતરનાક વલણ રોકવું એ એકલી પોલીસની જવાબદારી નથી આ સમસ્યાનો મૂળમાંથી ઉકેલ લાવવા માટે સમાજે પણ પોતાનું યોગદાન આપવું પડશે.

02

આપણી આસપાસ ચાલતી ગાડીઓમાં મહેફિલો, એક નવો ખતરો:

આજના યુવાનોમાં એક નવી આદત જોવા મળે છે તેઓ ચાલતી ગાડીઓમાં દારૂ પીવાની અને ડ્રગ્સના સેવનની પાર્ટીઓ કરી રહ્યા છે. આ નવી ફેશન ફક્ત યુવાનોના જીવનને જ જોખમમાં નથી મૂકતી પરંતુ રસ્તા પર ચાલતા નિર્દોષ લોકો માટે પણ જીવલેણ સાબિત થઈ રહી છે. આવી ઘટનાઓના આંકડા ગુજરાતમાં સતત વધી રહ્યા છે અને તેનું પરિણામ ભયાનક છે. જોશમાં આવીને નશામાં ડૂબેલા યુવાનો ગાડી ચલાવે છે અને અકસ્માતો થઈ રહ્યા છે.

સુરતમાં થયેલી આવીજ એક એક ઘટના આજે પણ સુરતીઓના હૈયા અને મનમાં ગુંજી ઉઠે છે. અતુલ બેકરીના માલિકે નશાની હાલતમાં ગાડી ચલાવી અને દીકરીનો જીવ લઈ લીધો. આવી જ રીતે વડોદરામાં પણ એક યુવાને નશામાં ગાડી હંકારી અને રસ્તે ચાલતા લોકોનો ભોગ લીધો. આવી ઘટનાઓ પછી થોડા સમય માટે હોબાળો થાય છે આરોપીને સજા થાય છે પણ થોડા સમય પછી તે ફરીથી સામાન્ય જીવન જીવવા લાગે છે. પરંતુ જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા તેમના જીવનમાં કાયમ માટે અંધારું છવાઈ જાય છે. આવી ઘટનાઓ આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે આવા ખતરાઓ સામે શું પગલાં લઈ શકીએ?

05

ગુજરાત પોલીસની મર્યાદાઓ અને સમાજની જવાબદારી:

ગુજરાત પોલીસ દારૂ અને ડ્રગ્સના દૂષણને રોકવા માટે રાતદિવસ મહેનત કરી રહી છે. ડ્રગ્સની હેરફેર રોકવા માટે મોટા ઓપરેશનો ચલાવવામાં આવે છે. દારૂના ગેરકાયદે વેચાણ પર દરોડા પાડવામાં આવે છે અને ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસોમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ પોલીસની પણ કેટલીક મર્યાદાઓ છે. વૈભવી ગાડીઓમાં નશો કરતા આ નબીરાઓને પકડવા માટે પોલીસને સતત દોડતા રહેવું પડે છે. એક તરફ આવા લોકોની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ સમાજનો સહયોગ ઘટી રહ્યો છે.

આ સમસ્યાનો ઉકેલ ફક્ત કાયદાકીય કાર્યવાહીથી નહીં આવે. નાગરિકોએ પણ આગળ આવીને પોલીસનો સહયોગ કરવો પડશે. જો આપણે આપણા પરિવારમાં, પડોશમાં કે મિત્રોમાં કોઈને આવી ખરાબ લતમાં ફસાતું જોઈએ તો તેને રોકવાની જવાબદારી આપણી પણ છે. યુવાનોને સમજાવવા, તેમને સાચા માર્ગે લાવવા અને તેમની શક્તિને સકારાત્મક દિશામાં વાળવાનું કામ પરિવાર અને સમાજે જ કરવું પડશે.

04

આપણે શું કરવું જોઈએ?:

સૌ પ્રથમ તો યુવાનોને જાગૃત કરવા માટે શાળાઓ અને કોલેજોમાં ઝુંબેશ ચલાવવી જોઈએ. દારૂ અને ડ્રગ્સના સેવનથી થતા નુકસાન વિશે તેમને માહિતી આપવી જોઈએ. રસ્તાઓ પર નશામાં ગાડી ચલાવનારાઓ સામે કડક સજાની જોગવાઈ કરવી જોઈએ જેથી આવા લોકોમાં ભય રહે. ત્નાગરિકોએ પોલીસને સહયોગ આપવો જોઈએ જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તેની જાણ તાત્કાલિક પોલીસને કરી કરવી જોઈએ.

આ બધું થઈ શકે તો ગુજરાતનું યુવાધન આ આવી પ્રવૃત્તિઓથી બચી શકે છે. આ એક એવી લડાઈ છે જેમાં પોલીસ અને સમાજે એકસાથે કામ કરવું પડશે. નહીંતર આપણે આવનારી પેઢીને નશાના રાક્ષસના હાથમાં સોંપી દઈશું અને તેની જવાબદારી આપણા બધાની હશે.

Related Posts

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati