- Gujarat
- અમદાવાદના આસારામ આશ્રમ પર કેમ કબજો કરવા માંગે છે ગુજરાત સરકાર? જાણો શું છે યોજના
અમદાવાદના આસારામ આશ્રમ પર કેમ કબજો કરવા માંગે છે ગુજરાત સરકાર? જાણો શું છે યોજના

ભારતમાં રમતગમત પ્રત્યે ભરપૂર જુસ્સો જોવા મળે છે. લોકોને ક્રિકેટ, કબડ્ડી અને ફૂટબોલ સહિત લગભગ બધી જ રમતોમાં રસ છે. ગુજરાતના અમદાવાદમાં 2036માં ઓલિમ્પિકનું આયોજન કરવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, આ હેતુ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવવામાં આવશે. આ ઉપરાંત, ઓલિમ્પિક વિલેજ અને અન્ય રમતગમત સુવિધાઓ માટે જમીન સંપાદન કરવામાં આવશે. આ જમીનો પર બનેલા આસારામના આશ્રમો પણ દૂર કરી શકાય છે.
બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવતો આસારામને તેનો અમદાવાદ આશ્રમ ગુમાવવો પડી શકે છે. જ્યાં આસારામનો આશ્રમ હાલમાં છે, ત્યાં શક્ય છે કે 2036માં, વિશ્વભરના રમતવીરો ઓલિમ્પિક મેડલ માટે સ્પર્ધા કરશે. ગુજરાતના અમદાવાદમાં વિશ્વની સૌથી મોટી રમતગમતની સ્પર્ધા યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આસારામનો આશ્રમ પણ આ માટે તૈયાર કરાયેલા માસ્ટર પ્લાનના દાયરામાં છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલા રિપોર્ટમાં અંદરના સૂત્રોનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત સરકાર અમદાવાદના મોટેરા સ્થિત આસારામના આશ્રમનો કબજો લઈ શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક આવેલા ત્રણ આશ્રમો દૂર કરીને, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ, ઓલિમ્પિક વિલેજ અને અન્ય રમતગમત સુવિધાઓ ત્યાં વિકસાવી શકાય છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 'આસારામ આશ્રમ' ઉપરાંત, ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળને પણ સ્થાનાંતરિત કરી શકાય છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પરથી જાણવા મળ્યું છે કે, આ આશ્રમોની જમીન સંપાદન કરવા અને આ ટ્રસ્ટોને વૈકલ્પિક સ્થાન આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને અમદાવાદ જિલ્લા કલેક્ટર સહિત ત્રણ સભ્યોની સમિતિ માસ્ટર પ્લાન માટે જમીન સંપાદન પ્રક્રિયામાં રોકાયેલી છે.

સ્ટેડિયમની નજીકના શિવનગર અને વણજારા વાસ જેવા રહેણાંક વિસ્તારોનો પણ માસ્ટર પ્લાનમાં સમાવેશ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અમદાવાદ કલેક્ટર ઓફિસને જમીન સંપાદનનું કામ સોંપવામાં આવ્યું છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સમિતિ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જોકે, પોલીસ એકેડેમીની જમીન પણ સંપાદન માટે વિચારણા હેઠળ છે, જેના પર સરકાર રમતગમતની સુવિધાઓ સ્થાપવાની યોજના ધરાવે છે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ 280 એકર અને નદી કિનારે 50 એકર જમીન પર સ્થાપિત કરવામાં આવશે, જ્યારે ઓલિમ્પિક વિલેજ ભાટ અને સુઘાડમાં 240 એકર જમીન પર સ્થાપિત કરવામાં આવશે.
86 વર્ષીય આસારામને 31 માર્ચ સુધી વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. અગાઉ તે રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ હતો. ગુજરાતના એક બળાત્કાર કેસમાં સુપ્રીમ કોર્ટે આસારામને વચગાળાના જામીન પર મુક્ત કર્યો છે. આ કેસમાં, સેશન્સ કોર્ટે જાન્યુઆરી 2023માં તેને દોષિત ઠેરાવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી.
Related Posts
Top News
‘કોઇ મરી ગયું ત્યાં?', લેમ્બોર્ગિનીથી મજૂરોને કચડ્યા બાદ બોલ્યો નબીરો
આપણા ગુજરાતના ગામડા ખાલી થઈ રહ્યા છે તો ખેતી કોણ કરશે?
ધરતીનું સૌથી સૂકું ગામ, જ્યાં ક્યારેય નથી વરસતો વરસાદ, છતા અહીં વસે છે જિંદગી
Opinion
