- Gujarat
- શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ ગોવા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, દિલ્હીના ભૂતપૂર્વ CM આતિશી સોમવારે (10 માર્ચ) મડગાંવમાં પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા ગોવા પહોંચ્યા. દિલ્હીના ભૂતપૂર્વ CM આતિશીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, 'AAP ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી એકલા લડશે. AAP કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. અમે ગોવા અને ગુજરાતની ચૂંટણીઓ એકલા લડવાની તૈયારી કરી રહ્યા છીએ. હજુ સુધી ગઠબંધન અંગે કોઈ વાત થઈ નથી.'
તેમણે વધુમાં કહ્યું, 'ગોવાના લોકોએ 2022માં BJPને સત્તામાં લાવવા માટે મતદાન કર્યું હતું. કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી અને તેના 8 ધારાસભ્યો પાછળથી ભગવા પક્ષમાં જોડાયા હતા. ગોવા વિધાનસભામાં કોંગ્રેસ મુખ્ય વિપક્ષી પક્ષ છે, જેમાં ફક્ત ત્રણ ધારાસભ્યો છે. જ્યારે AAP પાસે બે ધારાસભ્યો છે.'

આતિશીએ કહ્યું કે જ્યારે 2022ની ચૂંટણીમાં AAPના બે ઉમેદવારો જીત્યા, ત્યારે એવી અફવાઓ ફેલાઈ હતી કે, તેઓ બે મહિના પણ પાર્ટીમાં નહીં રહે. તેઓ હજુ પણ પાર્ટી સાથે છે, કારણ કે તેઓ પૈસા કમાવવા માટે રાજકારણમાં આવ્યા નથી.
જ્યારે પૂછવામાં આવ્યું કે, શું AAP સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ગઠબંધનમાં રસ નથી, ત્યારે તેમણે કહ્યું, 'જ્યારે 11 માંથી 8 ધારાસભ્યો BJPમાં જોડાય છે, ત્યારે સમાન વિચારધારાનો અર્થ શું થાય? AAPએ બતાવ્યું છે કે અમારા બે ધારાસભ્યો ચૂંટાયા હતા અને હજુ પણ પાર્ટી સાથે ઉભા છે. BJPએ પણ અમારા ધારાસભ્યોને આકર્ષવાનો પ્રયાસ કર્યો. અમને એવી રાજનીતિમાં રસ નથી જ્યાં ચૂંટણી જીતવી અને પૈસા કમાવવા એ એકમાત્ર ઉદ્દેશ્ય હોય. અમારો રસ લોકો માટે કામ કરવામાં છે.'

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર વિશે બોલતા આતિશીએ કહ્યું કે, સવાલ એ નથી કે AAPનું શું થશે, પરંતુ દિલ્હીના લોકોનું શું થશે? BJPએ પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે તેઓ 250 મોહલ્લા ક્લિનિક બંધ કરશે. AAPના વડા અરવિંદ કેજરીવાલે ચેતવણી આપી હતી કે, જો AAP હારી જશે તો વીજળી કાપ શરૂ થશે. સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા ફરીથી બગડશે અને આ પહેલાથી જ થઈ રહ્યું છે.
ગોવા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત પાટકરે કહ્યું કે, ચૂંટણીના બે વર્ષ પહેલા ગઠબંધન વિશે ચર્ચા કરવી હજુ વહેલું ગણાશે. બધા પક્ષોનું મુખ્ય ધ્યાન દરેક મતવિસ્તારમાં પોતાનો આધાર મજબૂત બનાવવાનું છે. કોંગ્રેસે તમામ 40 મતવિસ્તારોમાં કામ શરૂ કરી દીધું છે. પાટકરે મીડિયા સૂત્રને જણાવ્યું કે, અમે અમારો આધાર વધારીશું.
Related Posts
Top News
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો
Opinion
