ઈન્દોરમાં કોને મળશે લોકસભાની ટિકિટ? કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું ઉડતા ઉડતા...

On

મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિયજયવર્ગીય પોતાના નીડર અંદાજ અને નિવેદનોથી હંમેશાં ચર્ચામાં રહે છે. ભાજપના કદાવર નેતાઓમાંથી એક અને મંત્રી કૈલાશ વિજયવર્ગીય ઇન્દોરના એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઈન્દોર લોકસભા સીટથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના આગામી ઉમેદવારને લઈને લગાવવામાં આવેલી અટકળો પરથી ઘણી હદ સુધી પરદો ઉઠાવી દીધો. ભલે મજાકીયા અંદાજમાં જ, પરંતુ કૈલાશ વિજયવર્ગીયએ ઇશારાઓ ઇશારામાં કહી દીધું કે આ વખત કોઈ મહિલા નેતાને જ ઇન્દોરના સાંસદ બનાવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, કૈલાશ વિજયવર્ગીય મોહન યાદવ સરકારમાં કેબિનેટ મંત્રી છે અને ઈન્દોર-1 વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર છે. ઈન્દોર લોકસભા સીટ આ અગાઉ સુમિત્રા મહાજન પાસે હતી અને તેઓ મહિલા સાંસદ તરીકે દિલ્હી પહોંચ્યા હતા. સુમિત્રા મહાજને વર્ષ 1989માં ઇન્દોરથી પહેલી વખત ભાજપની ટિકિટ પર જીત હાંસલ કરી હતી અને તેઓ વર્ષ 2019 સુધી અહીથી સાંસદ રહ્યા. આ દરમિયાન તેઓ લોકસભાના સ્પીકર પણ રહ્યા. લોકસભાની ચૂંટણીની તૈયારી રાજકીય પાર્ટીઓએ તેજ કરી દીધી છે.

ચૂંટણી પંચ ગમે ત્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે. ભાજપે મધ્ય પ્રદેશની 24 લોકસભા સીટો પર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે અને 5 સીટો પર નામ ફાઇનલ થયા નથી. તેમાં માળવાની ઈન્દોર સીટ પણ સામેલ છે. એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે હવે ઈન્દોરમાં ભાજપ કોઈ મહિલા નેતાને લોકસભાની ટિકિટ આપવાની તૈયારી કરી રહી છે. મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ મજાક મજાકમાં મહિલા ઉમેદવાર બનાવવા તરફ ઈશારો કર્યો છે. બુધવારે (6 માર્ચે) નગરીય પ્રશાસન મંત્રી કૈલાશ વિયજયવર્ગીય બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરમાં વડાપ્રધાનના શક્તિ વંદન આયોજનમાં જોડાયા હતા.

અહીં તેમણે મંચ પરથી કહ્યું કે, મને ઉડતા ઉડતા સમાચાર મળ્યા છે કે, શંકરજી (હાલના સાંસદ શંકર લાલવાની)ની ટિકિટ એટલે કપાઈ છે કે અહીથી માત્ર મહિલાને ટિકિટ આપવાની છે. એમ ઉડતા ઉડતા સમાચાર મળ્યા છે કે કોઈ મહિલાને ચૂંટણી લડાવી શકાય છે. વડાપ્રધાને કહ્યું છે કે, કોઈ મહિલાને ચૂંટણી લડાવો અને કોઈ સેફ સીટથી લડાવો. સારું એ બતાવો કે જો વડાપ્રધાન કહે કે અમે મહિલાને ચૂંટણી લડાવવા તૈયાર છીએ, તો કોણ કોણ તૈયાર છે?

ચૂંટણી લડવાની વાત સાંભળીને ડઝનો મહિલાઓએ હાથ ઉઠાવ્યા. એ જોઈને વિજયવર્ગીય હસતા જઇને બોલ્યા કે જો એટલી મહિલાઓ વિધાનસભા-લોકસભાની ચૂંટણી લડશે તો અમે શું કરીશું? જોકે ત્યારબાદ સંવાદદાતાઓ સાથે વાત કરતા તેમણે કહ્યું છે તે લાલવાની અત્યારે પણ રેસમાં છે, હસી મજાકમાં કહ્યું હતું કે શંકરની ટિકિટ કપાઇ. હજુ ટિકિટ નક્કી થઇ નથી. તેઓ પણ અત્યારે ઉમેદવારીના દાવેદાર છે.

Related Posts

Top News

વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર ટ્રેન્ડ આવતા રહે છે, જેમાં વિવિધ પડકારો આપવામાં આવે છે. જેમ કે ક્યારેક કસરતનો...
Lifestyle 
વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા આસીરગઢ કિલ્લામાં સોનાની શોધની અફવાઓએ સ્થાનિક લોકોને ખોદકામ કરવા માટે આકર્ષ્યા, જેની શરૂઆત એક બાંધકામ સ્થળે...
National 
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ટુર્નામેન્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પરિણામે, મોહમ્મદ રિઝવાનની આગેવાની...
Sports 
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

હાલમાં લોકોનું ધ્યાન ભગવાનના દર્શન કરવા પર છે, તેઓ સતત અયોધ્યા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, ભગવાન...
National 
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati