હક અને ફરજ

હકનું બીજ ફરજ છે, આપણે બધા આપણી ફરજ અદા કરીએ તો હક તો આપણી પાસે જ છે. જો ફરજ છોડી હકને બાઝવા જઈશું તો તે ઝાંઝવાનાં નીર જેવું છે. જેમ તેની પાછળ જઈએ તેમ તે નાસે છે. એ જ વસ્તુ કૃષ્ણે તેની દિવ્ય વાણીમાં ગાઈ બતાવી : 'કર્મનો જ તને અધિકાર છે, ફળનો કદી ન હજો.' કર્મ તે ધર્મ છે, ફળ તે હક છે.

જે પ્રજા પોતાની ફરજો અદા કરતાં શીખશે તેમને તેમના હકો તેમાંથી આપમેળે મળી આવવાના જ છે. ખરેખરો હક જ એક છે અને તે પોતાની ફરજ અદા કરવાનો. બધા ન્યાય હકો આમાં આવી જાય છે. બાકી બધો એક કે બીજા રૂપમાં લોભ જ છે, અને તેના ગર્ભમાં હિંસાનાં બીજ પડેલાં હોય છે.

મૂડીવાળા અને જમીનદારો પોતપોતાના અધિકાર અથવા હકની વાતો કરે છે, બીજી બાજુથી મજૂરો વળી પોતાના જ હકની વાતો ચલાવે છે, રજવાડાના રાજાઓ પોતાના રાજ્ય ચલાવવાના ઈશ્વર તરફથી મળેલા અધિકારની વાતો કરે છે અને તેમની રૈયત તેમના એ અધિકારનો પ્રતિકાર કરવાના પોતાના હકની વાતો ચલાવે છે. આમ હરેક જણ અને હરેક વર્ગ કેવળ પોતપોતાના અધિકાર અથવા હકને વિશે આગ્રહ રાખે કે મમત પકડે અને પોતપોતાના ધર્મ અથવા ફરજનો વિચાર સરખો ન કરે તો આખરે ભારે ગોટાળો ને અંધેર ફેલાય.

હવે દરેક જણ પોતપોતાના હકને વિશે આગ્રહ રાખવાને બદલે પોતપોતાને માથે આવતી ફરજ બજાવે તો માણસજાતમાં તરત જ સુવ્યવસ્થાનો અમલ શરૂ થાય... હું બેધડક સૂચવવા ઈચ્છું છું કે યોગ્ય રીતે અદા કરેલી ફરજના પાલનમાંથી જે અધિકારો અથવા હક સીધી રીતે પ્રગટ થતા નથી તે મેળવવા જેવાયે નથી. એ બીજા કોઈના હક અથવા અધિકાર ખૂંચવી લેવા જેવું થાય અને તેથી તેવા હકો જેટલા જલદી છોડી દેવાય તેટલા સારા. જે મા કે બાપ પોતાનાં ફરજંદો તરફની પોતાની ફરજ પ્રથમ અદા કર્યા વિના તેમની પાસેથી પોતાની આજ્ઞા પળાવવાના પોતાના હકનો દાવો કરે તે સાચે જ ઘૃણાને પાત્ર છે. તેવી રીતે પવિત્રતા પત્ની પાસેથી કોઈ બદચાલનો પતિ હરેક બાબતમાં પોતાની આજ્ઞાનું પાલન થાય એવી અપેક્ષા રાખે તો ધર્મની આજ્ઞાનો અવળો અર્થ થાય. પરંતુ સંતાનો તરફની પોતાની ફરજ બજાવવાને હંમેશાં તત્પર રહેનાર મા કે બાપની આજ્ઞાને ઠોકરે ઉડાવનારાં ફરજંદો કૃતઘ્ન અથવા નગુરાં ગણાશે અને પોતાનાં મા કે બાપના કરતાં પોતાની જાતનું વધારે અકલ્યાણ કરશે. પતિ અને પત્નીને વિશે પણ આવું જ કહી શકાય.

હવે માલિક શેઠિયાઓ અને મજૂરો, જમીનદારો અને ગણોતિયાઓ, રજવાડાંના રાજાઓ અને તેમની રૈયત અથવા હિંદુઓ ને મુસલમાનો સૌને આ સાદો છતાં સર્વસામાન્ય નિયમ લાગુ કરો તો તમે જોશો કે હિંદમાં અને દુનિયાભરમાં જીવનના વહેવારમાં અને વેપાર રોજગારમાં આજે જે બખેડા ને અનવસ્થા દેખાય છે તેને બદલે જીવનના હરેક ક્ષેત્રમાં સૌથી સરસ સુમેળવાળા સંબંધો સ્થાપી શકાય. હું જેને સત્યાગ્રહ નામથી ઓળખાવું છું તે નિયમ પોતપોતાની ફરજો અને તેમના પાલનમાંથી આપોઆપ પ્રગટ થતા હકોના સિદ્ધાંતને બરાબર સમજી લેવામાંથી ફલિત થાય છે.

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.