- National
- દિલ્હીમાં 15 વર્ષના છોકરાએ 2 વર્ષની છોકરીને કાર તળે...
દિલ્હીમાં 15 વર્ષના છોકરાએ 2 વર્ષની છોકરીને કાર તળે...

હાલમાં જ નોઇડામાં એક લેમ્બોર્ગિની કાર ચાલકે 2 મજૂરોને ટક્કર મારવાની ઘટના સામે આવી હતી, ત્યારે દિલ્હીમાં રૂવાડા ઊભા કરી દે, તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં અકસ્માતમાં એક માસૂમ છોકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મધ્ય દિલ્હીમાં નબી કરીમમાં સ્થિત રામ નગર વિસ્તારમાં, એક 15 વર્ષીય સગીરે ગલીમાં રમી રહેલી 2 વર્ષીય છોકરીને કારથી કચડી દીધી, જેના કારણે તેનું કમકમાટીભર્યું મોત થઇ ગયું. આ દર્દનાક ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા સગીર છોકરાના પિતા પંકજ અગ્રવાલની ધરપકડ કરી લીધી અને કારને પણ જપ્ત કરી લીધી હતી.

કેવી રીતે થયો અકસ્માત?
આ અકસ્માત ત્યારે થયો, જ્યારે આરોપી છોકરો હ્યુન્ડાઈ વેન્યૂ કાર ચલાવી રહ્યો હતો અને તેણે કાર પરથી નિયંત્રણ ગુમાવી દીધું. કારે માસૂમ છોકરીને ખરાબ રીતે કચડી નાખી. છોકરીના પિતા તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. આ દર્દનાક ઘટના બાદ, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા સગીર છોકરાના પિતા પંકજ અગ્રવાલની ધરપકડ કરીને કાર જપ્ત કરી લીધી. મૃતક છોકરીના પિતા બેગ બનાવવાનું કામ કરે છે, જ્યારે આરોપીનો પિતા પ્લાયવુડનો વ્યપાર કરે છે.

સરકારે સગીરો દ્વારા વાહન ચલાવવા અંગે કડક કાયદો બનાવ્યો છે. જો કોઈ સગીર વાહન ચલાવતી વખતે અકસ્માત કરે છે તો તેના માતા-પિતાને જવાબદાર ઠેરવવામાં આવશે. એ છતા ઘણા બેદરકાર વાલીઓ પોતાના બાળકોને વાહનો આપી દે છે. આ ઘટના એક કડવું સત્ય ઉજાગર કરે છે કે માતા-પિતાની થોડી બેદરકારી કેવી રીતે માસૂમ બાળકનો જીવ લઈ શકે છે. આ પ્રકારની દુર્ઘટનાઓને રોકવા માટે કાયદાની સાથે-સાથે સમાજે પણ જાગૃત થવાની જરૂર છે. માતા-પિતાએ સમજવું જોઈએ કે બાળકોને સમયથી પહેલા વાહન ચલાવવાની છૂટ આપવી ન માત્ર ગેરકાયદેસર છે, પરંતુ ઘાતક પણ સાબિત થઈ શકે છે.
Related Posts
Top News
'CID'માં ખતમ થઈ ગઇ ACP પ્રદ્યુમનની સફર! શૉમાં આવશે મોટું ટ્વીસ્ટ
વક્ફ બિલ હવે સર્વોચ્ચ અદાલતને આંગણે, સંસદ દ્વારા બનાવેલા કાયદાને શું સુપ્રીમ કોર્ટ રોકી શકે છે?
ક્યારે છે રામ નવમી? જાણી લો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજાની પદ્ધતિ
Opinion
