- National
- આસામની ભાજપ સરકારે 4 વર્ષમાં જાહેરાતો પાછળ ખર્ચ કર્યા 370 કરોડ રૂપિયા
આસામની ભાજપ સરકારે 4 વર્ષમાં જાહેરાતો પાછળ ખર્ચ કર્યા 370 કરોડ રૂપિયા

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની સરકારે છેલ્લા 4 નાણાકીય વર્ષમાં જાહેરાતો પાછળ 370 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. માહિતી અને જનસંપર્ક મંત્રી પીયૂષ હજારિકાએ બુધવારે વિધાનસભામાં આ જાણકારી આપી હતી. હજારિકાએ કહ્યું હતું કે, વર્ષ 2016 થી વર્ષ 2021 સુધી આસામના મુખ્યમંત્રી રહેલા સર્બાનંદ સોનોવાલની આગેવાની હેઠળની સરકારે 5 નાણાકીય વર્ષમાં જાહેરાતો પાછળ 125.6 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

હજારિકાએ કોંગ્રેસના ધારાસભ્ય અબ્દુલ બતિન ખાંડાકરને આપેલા લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, વર્તમાન ભાજપ સરકારે વર્ષ 2021-22 થી છેલ્લા 4 નાણાકીય વર્ષમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને આઉટડોર મીડિયામાં જાહેરાતો પાછળ કુલ 372.33 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. શર્માએ મે 2021માં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની બીજી સરકારના મુખ્યમંત્રીના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો. હજારિકાએ કહ્યું કે સોનોવાલ સરકારે 2020-21માં 30.24 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જ્યારે હિમંતા બિસ્વા શર્માએ બીજી વખત સરકાર બન્યા પછીના વર્ષે જાહેરાતો પાછળ 72.83 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
વિધાનસભામાં જાણકારી આપવામાં આવી હતી કે ત્યારબાદની અવધિમાં, શર્મા સરકારે દર વર્ષે જાહેરાતના ખર્ચમાં વધારો કર્યો અને વર્ષ 2022-23માં 78.85 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જ્યારે 2023-24માં 160.92 કરોડ રૂપિયા. હજારિકાએ કહ્યું કે, જો કે, નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં સરકાર દ્વારા વિવિધ પ્રકારની જાહેરાતો પાછળ 59.72 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યા છે.
મંત્રીએ અપક્ષ ધારાસભ્ય અખિલ ગોગોઈના એક સવાલ માટે અલગથી આપેલા જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે, આસામ સરકારે પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના શાસનના છેલ્લા નાણાકીય વર્ષ 2015-16માં જાહેરાતો પાછળ 18.58 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
Related Posts
Top News
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો
Opinion
