- National
- ‘વૃક્ષો કાપવા એ હ*ત્યા કરતા પણ મોટો ગુનો', સુપ્રીમ કોર્ટે 454 વૃક્ષો કાપનાર શખ્સને આપી આ સજા
‘વૃક્ષો કાપવા એ હ*ત્યા કરતા પણ મોટો ગુનો', સુપ્રીમ કોર્ટે 454 વૃક્ષો કાપનાર શખ્સને આપી આ સજા

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માનવ હત્યા કરતા પણ મોટો ગુનો છે. કોર્ટે ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા દરેક વૃક્ષ માટે એક વ્યક્તિ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. જસ્ટિસ અભય S ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેન્ચે સંરક્ષિત 'તાજ ટ્રેપેઝિયમ ઝોન'માં 454 વૃક્ષો કાપનાર વ્યક્તિની અરજીને ફગાવી દેતી વખતે આ ટિપ્પણી કરી હતી.

આના પર બેન્ચે કહ્યું, 'પર્યાવરણના મામલામાં કોઈ દયા ન હોવી જોઈએ. મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માણસની હત્યા કરવા કરતા પણ વધુ ઘૃણાસ્પદ છે.' સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, પરવાનગી વિના કાપવામાં આવેલા 454 વૃક્ષોને કારણે જે લીલોછમ વિસ્તાર હતો, તે જ પ્રકારનો લીલોછમ વિસ્તાર ફરીથી બનાવવામાં ઓછામાં ઓછા 100 વર્ષ લાગી જશે.
સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC)ના રિપોર્ટને સ્વીકાર્યો જેમાં શિવશંકર અગ્રવાલ નામના વ્યક્તિ દ્વારા મથુરા-વૃંદાવનમાં દાલમિયા ફાર્મ્સમાં 454 વૃક્ષો કાપવા બદલ પ્રતિ વૃક્ષ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાની ભલામણ કરવામાં આવી હતી. અગ્રવાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, તેમણે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, પરંતુ કોર્ટે દંડની રકમ ઘટાડવાનો ઇનકાર કરી દીધો હતો.

વકીલે કહ્યું કે, અગ્રવાલને બાજુના સ્થળે છોડ વાવવાની મંજૂરી આપવી જોઈએ અને તેમની સામે દાખલ કરાયેલી અવમાનના અરજીનો નિકાલ પાલન પછી જ કરવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે 2019ના તેના આદેશને પણ પાછો ખેંચી લીધો હતો, જેમાં 'તાજ ટ્રેપેઝિયમ ઝોન'ની અંદર બિન-વન અને ખાનગી જમીનો પર વૃક્ષો કાપવા માટે પરવાનગી મેળવવાની જરૂરિયાત દૂર કરવામાં આવી હતી.

જ્યારે, BJPના સાંસદ મુકેશ રાજપૂતે બુધવારે લોકસભામાં અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશના આદેશ સાથે સંબંધિત મુદ્દો ઉઠાવ્યો અને તેની નિંદા કરી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, 'માત્ર છોકરીના ખાનગી અંગને પકડવું અને પાયજામાનું નાડું તોડી નાખવું એ બળાત્કારનો ગુનો નથી.' ઉત્તર પ્રદેશના ફરુખાબાદના લોકસભા સભ્યએ ગૃહમાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો અને સરકારને વિનંતી કરી કે આવી ટિપ્પણીઓ બદલ આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું, 'અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશની ટિપ્પણીથી દેશના 140 કરોડ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે અને મહિલાઓ અસ્વસ્થતા અનુભવી રહી છે. આવા લોકોએ દેશની મહિલાઓની માફી માંગવી જોઈએ.' રાજપૂતે સરકારને વિનંતી કરી, 'બંધારણના દાયરામાં રહીને આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.'
Related Posts
Top News
‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?
કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર
રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’
Opinion
