લાડકી બહેનોના મનમાં શિંદે અત્યારે પણ મુખ્યમંત્રી છે, શિવસેનાના નેતાના નિવેદનથી મચ્યો હાહાકાર

વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને મળેલી મોટી સફળતાનો સૌથી મોટો શ્રેય મુખ્યમંત્રી લાડકી બહેન યોજનાને આપવામાં આવી રહ્યો છે. જ્યારે મહાયુતિ સરકાર તરફથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે હતા. હવે જ્યારે નવી સરકાર સત્તામાં આવી છે, તો નાયબ મુખ્યમંત્રી અજીત પવારે સ્વીકાર્યું છે કે આ લાડકી બહેન યોજનાને કારણે સરકાર પર ભાર પડી રહ્યો છે. એટલે લાડકી બહેન યોજના ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે. આ દરમિયાન શિવસેનાના નેતા નીલમ ગોરહેએ પૂણેમાં શિવસેનાની સંવાદ બેઠકમાં આ યોજનાને લઇને આપેલા નિવેદનથી હાહાકાર મચી ગયો છે.

Neelam Gorhe
marathi.ndtv.com

નીલમ ગોરહે શું કહ્યું?

શિવસેનાની શહેર અને જિલ્લા સંવાદ બેઠક શુક્રવારે પુણેમાં સંચાર પ્રમુખ ઉદય સામંતના નેતૃત્વમાં થઈ હતી. આ સંવાદ બેઠક દરમિયાન શિવસેનાના નેતા અને ધારાસભ્ય નીલમ ગોરહેએ એમ કહીને હાહાકાર મચાવી દીધો કે, રાજ્યની લાડકી બહેનોને અત્યારે પણ લાગે છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદે જ છે. તેઓ સમજે છે કે તમે વહાલી બહેનોને જીવવાનો અધિકાર આપ્યો છે. નીલમ ગોરહેએ સભામાં પોતાના ભાષણમાં પણ એવું જ કહ્યું હતું. બીજી તરફ ધારાસભ્ય વિજય શિવતારેએ કહ્યું કે, મહિલાઓને 45 હજાર કરોડ રૂપિયા આપ્યા. જો એકનાથ શિંદે મુખ્યમંત્રી ન બન્યા હોત તો કોઈ પણ અન્ય મુખ્યમંત્રી એવું કરવાનું સાહસ ન કરી શકતા. એમ કહેવા સાથે જ તેમણે સૂચન આપ્યું કે આ યોજનાનો શ્રેય એકનાથ શિંદેને જાય.

મહાયુતિમાં એક વખત ફરી ઉત્સાહ

જ્યારે મહાયુતિની સરકાર બની રહી હતી ત્યારે મુખ્યમંત્રી પદને લઈને ખૂબ અસમંજસની સ્થિતિ હતી. એક તરફ ભારતીય જનતા પાર્ટી (BJP) મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર નહોતી, તો બીજી તરફ એકનાથ શિંદેની મુખ્યમંત્રી બનવાની ચાહત પણ કોઇથી છૂપી નહોતી રહી. જેના કારણે મહાયુતિમાં લાંબા સમય સુધી અસમંજસનો માહોલ રહ્યો હતો. હવે નીલમ ગોરહેએ ફરી એક વખત મહાયુતિમાં એવું કહીને હલચલ મચાવી દીધી છે કે તેમની લાડકી બહેનોના મનમાં એકનાથ શિંદે જ મુખ્યમંત્રી છે.

Neelam Gorhe
indianexpress.com

આ દરમિયાન બેઠકમાં નીલમ ગોરહેએ પણ પાર્ટીના કાન ઉભા કરી દીધા છે. તેમણે કહ્યું કે દરેક મને લાડ કરે છે અને જો હું થોડું અનુશાસન લાગૂ કરું છું તો મને માઠું લાગે છે, એટલે મેં આજે કંઈ ન કહેવાનો નિર્ણય લીધો. મને નથી લાગતું કે તમે ગરીબી રેખાથી નીચે રહેનારા શિવસેનાના સભ્ય છો. દરેકે શિવસેનાનું બેનર લગાવવું જોઈએ. એટલે, જેવું જ જોવા મળશે કે શિંદે સાહેબનું અપમાન કરવામાં આવ્યું છે તો આખા જિલ્લામાં વિરોધ થવો જોઈએ. આપણે સત્તામાં છીએ, તેનો અર્થ એ નથી કે આપણે વિરોધ ન કરવો જોઈએ. આમ કહીને ગોરહેએ શિવસૈનિકોમાં નવો જોશ ઉભો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

Related Posts

Top News

આ ખોરાક ખાવાથી ઝડપથી વધે છે સ્ટ્રેસ હોર્મોન્સ, અનેક રોગોથી ઘેરાઈ જાય છે શરીર

ઘણી વાર એવું બને છે કે તમે એક ક્ષણે ખુશ હોવ છો અને બીજી જ ક્ષણે તમારું મન ઉદાસ થઈ...
Lifestyle 
આ ખોરાક ખાવાથી ઝડપથી વધે છે સ્ટ્રેસ હોર્મોન્સ, અનેક રોગોથી ઘેરાઈ જાય છે શરીર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 03-04-2025 દિવસ: ગુરુવાર મેષ: આજે તમારામાં નિર્ભયતાની ભાવના રહેશે. જીવનસાથીને અચાનક કોઈ શારીરિક પીડા થઈ શકે છે, જેના કારણે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

કોકા-કોલાએ સોફ્ટ ડ્રીંકનું વેચાણ ઘટાડીને આ બિઝનેસ પર ફોકસ કર્યું

દુનિયાની સૌથી મોટો બેવરેજીસ કંપની કોકા-કોલાએ છેલ્લાં ઘણા સમયથી સોફ્ટ ડ્રિંકસના બિઝનેસ પર ધ્યાન ઘટાડીને ડેરી પ્રોડક્ટનો બિઝનેસ વધારવા પર...
Business 
કોકા-કોલાએ સોફ્ટ ડ્રીંકનું વેચાણ ઘટાડીને આ બિઝનેસ પર ફોકસ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.