અજીત પવારે પોલીસની 3 એકર જમીનની હરાજી કરી? પૂર્વ કમિશનરના પુસ્તકમાં આરોપ

On

પૂર્વ IPS અધિકારી અને પૂણેના પૂર્વ પોલીસ કમિશનર મીરા બોરવંકરનું પુસ્તક ‘મેડમ કમિશનર’થી રાજકીય જગતમાં હાહાકાર મચી ગયો છે. તેમણે પોતાના પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે પૂણેના તત્કાલીન સંરક્ષણ મંત્રી અને હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે પોલીસના સ્વામિત્વવાળી બેઝકિંમતી 3 એકર જમીન એક પ્રાઇવેટ પાર્ટીને હરાજી કરાવી દીધી. મીરા બોરવંકર આરોપ લગાવ્યો કે, આ નિર્ણય સંરક્ષક મંત્રી દ્વારા લેવામાં આવ્યો હતો અને તત્કાલીન વિભાગીય કમિશનર દ્વારા તેની દેખરેખ કરવામાં આવી હતી.

જો કે, સખત સંઘર્ષ બાદ બોરવંકર જમીન પરત લેવામાં સફળ રહ્યા, પરંતુ અજીત પવારે તત્કાલીન ગૃહ મંત્રી આર.આર. પાટિલ વિરુદ્ધ ઘણા નિવેદન આપ્યા હતા. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે તત્કાલીન ગૃહ મંત્રી આર.આર. પાટીલ બોરવંકરની નીતિનોનું સમર્થન કરતા હતા, પરંતુ આ વખત તેમણે ના પાડી દીધી કેમ કે તેમના હાથ બંધાયેલા હતા કેમ કે જિલ્લા મંત્રી (અજીત પવાર) વધુ શક્તિશાળી હતા અને તેમને પોતાના કામ માટે ના સાંભળવાનું પસંદ નહોતું.

પુસ્તકમાં આગળ લખવામાં આવ્યું કે, કિંમતી સરકારી જમીન ખાનગી હાથોને સોંપવામાં નિશ્ચિત રૂપે કૌભાંડ થયો. જેમાં રાજનેતાઓ અને નોકરશાહોને ભારે લાંચ આપવામાં આવી. એક પોલીસ અધિકારીએ બોરવંકરને કહ્યું કે, કોઈ પણ, ન તો અધિકારી અને ન તો મીડિયા, દાદાને ના કહેવાની હિંમત કરે છે. બોરવંકર લખે છે કે જ્યારે તેમણે જમીન સોંપવા માટે મને બોલાવી, તો મેં ના પાડી દીધી. મેં અહી સુધી કહ્યું કે, મારા વિચારે આ પ્રક્રિયા (બોલી લગાવવાની) તૃટીપૂર્ણ હતી અને પોલીસ વિભાગના હિતો વિરુદ્ધ હતી. મંત્રીએ પોતાનો પિત્તો ગુમાવી દીધો અને જમીનનો નકશો કાંચની મેજ પર ફેંકી દીધો.

એમ અનુભવતા કે પોલીસની જમીનને આપવાનો બોરવંકરનો કોઈ ઇરાદો નથી, તો તેના માટે સૌથી ઊચી બોલી લગાવનાર હાઇ કોર્ટ જતો રહ્યો. તેણે પહેલા જ મહારાષ્ટ્ર ગૃહ વિભાગને 1 કરોડની અગ્રિમ ચૂકવણી કરી દીધી હતી. કોર્ટમાં મહારાષ્ટ્ર ગૃહ વિભાગે આ ડીલનો વિરોધ કરવાની ના પાડી દીધી, જ્યારે પોલીસ વિભાગ આ ડીલ વિરુદ્ધ હતો. સરકારી વકીલે ગૃહ વિભાગ અને પોલીસ વિભાગને સૂચન આપ્યું કે કેસને ખુલ્લી કોર્ટમાં નહીં, પરંતુ આંતરિક રૂપે સમાધાન કરવામાં આવે.

પુસ્તકમાં તેઓ આગળ લખે છે કે થોડા મહિના બાદ જ્યારે પૂણેના બિબવેવાડી વિસ્તારમાં દંગા ભડકી ઉઠ્યા તો જિલ્લા મંત્રીએ એક નાનકડું ટી.વી. ઇન્ટરવ્યૂ આપીને પોતાનો બદલો લઈ લીધો, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો કે પોલીસ કમિશનને લઈને કંઈક કરવું પડશે. મેં જલદી જ જિલ્લા મંત્રી પાસે મળવાનો સમય માગ્યો. પૂણેના સરકારી ગેસ્ટ હાઉસમાં, મેં તેમની પાસે મરાઠી ટી.વી. ચેનલો પર કરવામાં આવેલી તેમની ટિપ્પણી બાબતે પૂછ્યું તો તેમણે આશ્ચર્યજનક રૂપે તેનાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો.

તો નાયબ મુખ્યમંત્રી અજીત પવારના કાર્યાલયે પૂર્વ કમિશનર મીરા બોરવંકરના પુસ્તકમાં તમની વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપનું ખંડન કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, અજીત પવાર ઉપરોક્ત મામલામાં સામેલ નહોતા અને રિપોર્ટમાં ઉલ્લેખિત જમીન સાથે તેમનો કોઈ સંબંધ નથી. તો આ મામલાને લઈને શિવસેના (UBT) નેતા સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે એ વિચારવાની જરૂરિયાત છે કે સરકાર ચલાવવા માટે તેઓ કયા પ્રકારના લોકોને પોતાની સાથે લઈને ચાલી રહી છે જે સરકારી જમીન હડપવા માગે છે, હવે ED, EOW અને ફડણવીસ આ બાબતે શું કરશે?

Related Posts

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati