- National
- મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં શનિવારે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરનને કઠુઆ જિલ્લામાં જમીન ફાળવવાનો મુદ્દો ઉઠ્યો હતો. કેટલાક ધારાસભ્યોએ સરકારના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા હતા. મુરલીધરનની સેવલોન બેવરેજિસ એ ઘણા મોટા ઔદ્યોગિક ઘરોમાં સામેલ હતું, જેને ગયા વર્ષે કઠુઆની ભાગથલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જમીન ફાળવવામાં આવી હતી, જેના કારણે જમીની સ્તર પર 21,000 કરોડથી વધુનું રોકાણ થયું.
મીડિયા રિપોર્ટ મુજબ, સેવલોન બેવરેજિસને કઠુઆમાં 1,600 કરોડના ખર્ચે એલ્યુમિનિયમ કેન્સ મેન્યુફેક્ચરિંગ અને બેવરેજ ફિલિંગ યુનિટ સ્થાપિત કરવા માટે 206 કનાલ (25.75 એકર) જમીન ફાળવવામાં આવી છે. ગયા વર્ષે જૂનમાં વિભાગ સાથે લીઝ ડીડ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

મુરલીધરનનું નામ લીધા વિના, CPI(M)ના ધારાસભ્ય એમ.વાય. તારીગામીએ પ્રશ્નકાળ દરમિયાન કહ્યું કે, શ્રીલંકાના એક ક્રિકેટરને જમ્મુ અને કાશ્મીરમાં જમીન ફાળવવામાં આવી છે. આ ફાળવણી કેવી રીતે કરવામાં આવી છે? એક ગૈર-ભારતીય ક્રિકેટરને જમ્મુ અને કાશ્મીરમાં જમીનની ફાળવવા પર સવાલ ઉઠાવતા કોંગ્રેસના ધારાસભ્ય જી.એ. મીરે કહ્યું કે, આ એક ગંભીર મુદ્દો છે અને તેના પર ધ્યાન આપવાની જરૂરિયાત છે.
ધારાસભ્યોની ચિંતાઓનો જવાબ આપતા કૃષિ મંત્રી જાવેદ અહમદ ડારે કહ્યું હતું કે, સરકારને એવી કોઈ વાતની જાણકારી નથી કે શ્રીલંકાના કોઈ પૂર્વ ક્રિકેટરને ઔદ્યોગિક એકમ સ્થાપિત કરવા માટે કેન્દ્રશાસિત પ્રદેશમાં મફતમાં જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને તેઓ તેની તપાસ કરશે. આ મહેસૂલ વિભાગ સાથે જોડાયેલો મામલો છે. અમારી પાસે કોઈ જાણકારી નથી, અમે તથ્યો જાણવા માટે તપાસ કરીશું.
આ અગાઉ, તારીગામીના સવાલના લેખિત જવાબમાં, આરોગ્ય અને ચિકિત્સા શિક્ષણ, શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને સમાજ કલ્યાણ વિભાગના મંત્રી સાકિન મસૂદ (ઇટૂ)એ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ રહેણાંક મકાનોના નિર્માણ માટે ભૂમિહીન પરિવારોને 5 મરલા (1,355 ચોરસ ફૂટ) જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ જમીન મહેસૂલ વિભાગ દ્વારા ચકાસણીને આધીન આપવામાં આવે છે. ભૂમિહીન પૃષ્ઠભૂમિના વિસ્તારિત પરિવારોને પાત્રતા અને દિશાનિર્દેશના આધારે સમય સમય પર જમીન ફાળવણી માટે વિચાર કરી શકાય છે.

તારીગામીએ મંત્રીના એ જવાબનો વિરોધ કર્યો કે, જે લોકોની જમીન સંપાદન હેઠળ છે તેમને વળતર જમીન સંપાદન, પુનર્વાસ અને પુનર્સ્થાપન અધિનિયમ, 2013ના પ્રાવધાનો મુજબ નક્કી કરવામાં આવે છે, જે જમ્મુ અને કાશ્મીરમાં ક્રિયાન્વયને આધિન છે, ભાજપના ધારાસભ્યએ કોર્ટના ચુકાદાના સંદર્ભ આપ્યો કે, રાજ્યની જમીન પર કબજો કરનારા લોકોને પણ વળતર આપવું જોઈએ. તેના પર મીરે કહ્યું કે, રાજ્યની જમીનની વાત તો દૂર, છેલ્લા કેટલાક વર્ષોમાં કોઈ વળતર આપ્યા વિના લોકોની માલિકીની જમીન છીનવી લેવામાં આવી છે.
Related Posts
Top News
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો
Opinion
